corona positive: તમિલનાડુના મદુરાઈમાં માતા અને 6 વર્ષની પુત્રી કોરોના પોઝિટિવ મળી આવી છે. આ લોકો ચીનથી શ્રીલંકા થઈને મદુરાઈ પહોંચ્યા હતા. કોવિડ પોઝિટિવ(corona positive) રિપોર્ટ આવ્યા બાદ માતા-પુત્રીને અલગ રાખવામાં આવ્યા છે, તેમજ તેમના કોરોના સેમ્પલને વધુ તપાસ માટે જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. આ માહિતી મદુરાઈના કલેક્ટર દ્વારા આપવામાં આવી છે.
A six-year-old daughter and her mother who arrived in Madurai from China via Sri Lanka have been confirmed to COVID positive. We have isolated both of them. Their COVID sample has been sent to the lab for further testing: Madurai District Collector
— ANI (@ANI) December 27, 2022
વિશ્વમાં કોરોનાએ ફરી દસ્તક આપી છે ,એમાં પણ ચીનમાં કોરાનાએ હાહાકાર મચાવ્યો છે. કોરનાની સ્થિતિ એટલી ભયાવહ છે હોસ્પિટલમાં લાંબી કતારો કોરોનાના દર્દીઓની જોવા મળે છે. સ્મશાનો પણ સ્થિતિ ભયંકર જોવા મળી રહી છે. અહીંયા મૃતદેહોના ઢગ જોવા મળી રહ્યા છે. કોરોનાની સ્થિતિ ખરાબ હોવાથી સમગ્ર વિશ્વ(world) એલર્ટ થઇ ગયું છે એમાં પણ ભારત સરકારે અગમચેતી પગલાં રૂપે તમામ રાજ્યોને કોરોના સંદર્ભે તૈયાર રહેવા નિર્દેશ આપ્યો છે,આજે તો સ્પેશિલ મોકડ્રિલ પણ યોજાઇ હતી.
ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ પહેલા ચીનના વુહાન શહેરમાં એક નવા અને જીવલેણ ચેપી રોગ કોરોના વાયરસે આખી દુનિયામાં એવો હાહાકાર મચાવ્યો હતો કે આજે પણ ઘણા દેશો સાજા થવાની કોશિશ કરી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાના પ્રકોપના મોજા લોકો માટે અભિશાપ બનીને આવ્યા હતા. ચીનમાં ફરી એકવાર કોરોના મહામારીની સુનામી ચાલી રહી છે.
ચીને અચાનક પહેલી ઝીરો કોવિડ પોલિસી રદ કરીને રોગચાળાને ખુલ્લું આમંત્રણ આપ્યું છે. પછી કોરોના વાયરસને સામાન્ય ફ્લૂ ગણાવીને તેણે પોતાના લોકોને પરંપરાગત અને ઘાતક દવાઓની મદદથી તેનો ઈલાજ કરવાની સલાહ આપી અને હવે ક્વોરેન્ટાઈનનો નિયમ ખતમ કરવાની જાહેરાત કરી છે. ચીનની શી જિનપિંગ સરકારનું કહેવું છે કે તેના લોકો ધીમે ધીમે કોવિડ સાથે જીવવા લાગ્યા છે, કારણ કે 2019માં વુહાન શહેરમાં શરૂ થયેલી મહામારીએ ચીનમાં ફરી એકવાર પ્રચંડ અને જીવલેણ સ્વરૂપ ધારણ કર્યું છે. સોમવારે, ચીનના નેશનલ હેલ્થ કમિશને જાહેરાત કરી હતી કે વિદેશથી આવતા મુસાફરોને હવે ક્વોરેન્ટાઇનમાંથી પસાર થવાની જરૂર રહેશે નહીં. નવા નિયમો 8 જાન્યુઆરીથી લાગુ થશે.
