Corona Update/ રાજ્યમાં કોરાની કોરોનાની ગતિ પર બ્રેક, આજે પણ માત્ર આટલા કેસ અને એક મોત

રાજ્યમાં કોરોના અગાઉની સરખામણીમાં ઘણોધીમો પડ્યો છે. તેમજ રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા વધુ 273 દર્દીઓ સ્વસ્થ થયા છે. નવા 278 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ ગઇકાલની જેમ આજે પ

Top Stories Gujarat Others

રાજ્યમાં કોરોના અગાઉની સરખામણીમાં ઘણોધીમો પડ્યો છે. તેમજ રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા વધુ 273 દર્દીઓ સ્વસ્થ થયા છે. નવા 278 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ ગઇકાલની જેમ આજે પણ વધુ એક દર્દીનું મૃત્યુ થયું હોવાનું નોંધાયું છે.

Image result for image of corona in gujarat

આ સાથે જ રાજ્યભર માં કુલ મૃત્યુઆંક 4403 નોંધવામાં આવ્યો છે. કુલ 2,59,928 લોકોએ કોરોનાને હરાવ્યો છે.આ ઉપરાંત સૌથી મહત્વની બાબત ગણી શકાય કે આજે રાજ્યના 8 જિલ્લામાં એકપણ કેસ નોંધાયા નથી તે સાથે જ આજે વધુ 3718 લોકોને રસી અપાઈ છે. આ સાથે જ રાજ્યભર માંકુલ 8,05,130 લોકોનું રસીકરણ કરાયું છે.

Image result for image of corona in gujarat

રાજ્યમાં આજે અમદાવાદમાં 59 કેસ, વડોદરામાં 58 કેસ, સુરતમાં 47 કેસ, રાજકોટમાં 42 કેસ, ગાંધીનગરમાં 10 કેસ, જામનગરમાં 9 કેસ, મહેસાણામાં 6 કેસ, આણંદ, ગીર સોમનાથ, ખેડા અને સાબરકાંઠામાં 5-5 કેસ નોંધાયા : રાજ્યમાં હાલમાં 1767 એક્ટિવ કેસ નોંધવામાં આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…