Election/ ચૂંટણી ટાણે સટ્ટા બજારમાં ગરમાવો, ગુજરાતની મોટાભાગની મનપામાં ભાજપનો ભગવો લહેરાશે, બુકીઓનો દાવો

ચૂંટણીટાણે સામાન્ય નાગરિક થી લઈ અને રાજકીય પાર્ટીઓ દ્વારા કઈ પાર્ટી કઈ પાલિકામાં સત્તા પર આવશે તે અંગેની અટકળો શરૂ થઇ જતી હોય છે ત્યારે વર્તમાન સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સટ્ટા બજારમાં ભારે

Top Stories Ahmedabad Gujarat

ચૂંટણીટાણે સામાન્ય નાગરિક થી લઈ અને રાજકીય પાર્ટીઓ દ્વારા કઈ પાર્ટી કઈ પાલિકામાં સત્તા પર આવશે તે અંગેની અટકળો શરૂ થઇ જતી હોય છે ત્યારે વર્તમાન સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સટ્ટા બજારમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. તેમજ બૂકીઓ પણ સક્રીય થયા છે. તેમજ સટ્ટા બજાર ના બુકીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મનપાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાશે.હાલ સોશિયલ મીડિયામાં બૂકી બજારની એક આઈડીનો સ્ક્રીનશોટ પણ વાયરલ થઈ રહ્યો છે.

Bollywood / બિગ-બીને બોલિવૂડમાં 52 વર્ષ પૂર્ણ, જાણો શા માટે 22 ફિલ્મોમાં તેમનું નામ હતું વિજય

 

Patana / એકવાર જાતિ આધારિત જનગણના દેશની છે જરૂરિયાત: CM નીતીશ કુમાર

રાજકોટ સહિત રાજ્યની 6 મહાનગર પાલિકાની ચૂંટણી  માટે મતદાનની પ્રક્રિયા 21મી ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. જ્યારે 23મી ફેબ્રુઆરીના રોજ મત ગણતરી  થવાની છે. 23મી તારીખના રોજ ગુજરાતની લોકલ બોડીની ચૂંટણીનું સાચું ચિત્ર સ્પષ્ટ થઇ જશે કે આખરે કઈ મહાનગરપાલિકામાં કયા પક્ષનું શાસન આવશે. ત્યારે મતદાન પ્રક્રિયા યોજાય તે પૂર્વે જ સટ્ટા બજારમાં હાલ ગરમાવો આવ્યો છે. બૂકી બજારમાં તમામ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાશે તે પ્રકારના વાવડ મળી રહ્યા છે.

આ સ્ક્રીન શોટમાં બુકી બજાર દ્વારા પંટરોને કેટલાક વિકલ્પ આપવામાં આવ્યા છે. જે અંતર્ગત 576 સીટ પૈકી 425 ન થાય, 435 બેઠક થાય (ભારતીય જનતા પાર્ટીને મળનાર બેઠક) તે પ્રકારના આંકડા દર્શાવવામાં આવ્યા છે. સાથે સાથે રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર સહિતની મનપાની બેઠકના આંકડા પણ દર્શાવવામાં આવ્યા છે.

Political / જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની નાબૂદીથી પ્રભાવિત અન્ય દેશો, 24 દેશોના પ્રતિનિધિઓનું ભારતમાં આગમન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…