Not Set/ સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરીમાં ઝડપાઈ

હાલમાં ગુજરાત રાજ્યના દરેક જીલ્લામાં હાલ કોવિડ પેશન્ટ માટે એમ્બ્યુલન્સ નો અભાવ છે ત્યારે દમણ સરકારી હોસ્પિટલ ની એમ્બ્યુલન્સ દારૂ ને હેરાફેરી માં પકડાઈ છે.

Gujarat Others Trending

હાલમાં ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો અજગરી ભરડો જોવા મળી રહ્યોછે. ત્યારે રાજ્યમાં સતત કોરોના કેસમાં રોકેટ ગતિનો વધારો નોધાઇ રહ્યોછે. રાજ્યમાં રસ્તાઓ પર સતત દોડતી એમ્બ્યુલન્સ નજરે પડી રહી છે.

દિવસ રાત જોયા વિના મેડીકલ સ્ટાફ દર્દીઓની સેવામાં ક્રય્ર્ત છે. ત્યારે આવા ફ્રન્ટ લાઈન વોરીયારની કામગીરીને લાંછન રૂપ કાર્ય પણ કેટલાક કામઠા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. હાલમાં ગુજરાત રાજ્યના દરેક જીલ્લામાં હાલ કોવિડ પેશન્ટ માટે એમ્બ્યુલન્સ નો અભાવ છે ત્યારે દમણ સરકારી હોસ્પિટલ ની એમ્બ્યુલન્સ દારૂ ને હેરાફેરી માં પકડાઈ છે.

પારડી પોલીસના ડી સ્ટાફના કર્મચારીઓએ પારડીના બગવાળા પાસે થી એમ્બ્યુલન્સ ઝડપી પાડી હતી. દમણ સરકારી હોસ્પિટલ ને સાંસદ લાલુ પટેલ એ એમપી લાડ ફન્ડ માંથી આ એમ્બ્યુલન્સ ભેટ આપી હતી. ડી ડી 03 પી ઓ 108 માં વગર પાસ પરમીટ નો દારૂની હેરાફેરી કરતા ડ્રાઈવર નિખિલની પણ ધરપકડ કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ માંથી કુલ 120 બોટલ કિંમત રૂ. 12000નો દારુ મળી આવ્યો હતો.

એમ્બ્યુલન્સ ની આડ માં લઇ જવાતા દારૂ માં એમ્બ્યુલન્સ હાલ પારડી પોલીસ સ્ટેશન માં  જમા કરવામાં આવ્યો છે. હાલ આવા કોવિડ ના સમય માં લોકો આવા ધંધા તો કરે છે પણ સાથે આ એમ્બ્યુલન્સ પણ કાનૂની આંટી ગુટી માં જતા એક એમ્બ્યુલન્સ ઓછી થઈ જશે.