Not Set/ જૂનાગઢ: ઓઝતમાં આવ્યું ઘોડાપુર, સુખપુરનો પુલ થયો ધરાશાયી

  જૂનાગઢ. 15, જુલાઈ 2018. આપણે જણાવી દઈએ કે કલ રોજથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં મેઘરાજે ભરપૂર જોશની પોતાની માહેર દર્શાવી છે. સંપૂર્ણ વિસ્તારોના અમુક ગામો અને શહેરી વિસ્તારના નદી નાળાઓ ભરાઈ અને છલી ગયા છે. એવામાં ભારે વરસાદના કારણે અમુક વિસ્તારોમાં જનજીવન પણ ખોરવાયું છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે ગત એ દિવસના ધોધમાર વરસાદના […]

Top Stories Gujarat Others

 

જૂનાગઢ.

15, જુલાઈ 2018.

આપણે જણાવી દઈએ કે કલ રોજથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં મેઘરાજે ભરપૂર જોશની પોતાની માહેર દર્શાવી છે. સંપૂર્ણ વિસ્તારોના અમુક ગામો અને શહેરી વિસ્તારના નદી નાળાઓ ભરાઈ અને છલી ગયા છે.

એવામાં ભારે વરસાદના કારણે અમુક વિસ્તારોમાં જનજીવન પણ ખોરવાયું છે.
ત્યારે સમાચાર મળી રહ્યા છે કે ગત એ દિવસના ધોધમાર વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના વંઠાઇનો એક પુલ ધારશીયી થયો છે. આપણે જણાવી દઈએ કે આ પુલ વંથલી તાલુકા અને સુખપુર ગામને જોડતો હતો જે ધરાશાયી થઇ ગયો છે. ઓઝત નદીમાં ઘોડાપૂર આવતા આ પુલ ધરાશાયી થયો હતો. આ પુલ પરથી મોટી સંખ્યામાં વાહનની અવાર જવર રહેતી હતી, આથી પુલ ધારાશાયી થવાના કારણે વાહન વ્યવહાર બંધ થઇ ગયો છે.

જયારે આ વિસ્તારના અન્ય ગામડાઓની વાત કરવામાં આવે તો ત્યાં પણ ખુબ વરસાદ ખાબક્યો છે.

લગભગ 40 ફૂટ ઊંડાણ ધરાવતું આણંદપુર ડેમ છલકાયું: મંતવ્ય ન્યુઝ

ઓઝત નદી પર આવેલા આનણંદપુરનો ડેમ પણ છલી ગયો છે. આપને જાણીને શોક લાગી શકે છે કે આ પુલથી નદીનું ઊંડાણ લગભગ ચાલીસેક ફૂટ જેટલું છે.

ત્યારે મેંદરડા તાલુકા વિસ્તારમાં પણ પુષ્કળ પ્રમાણમાં વરસાદ ખાબક્યો છે જેના દાત્રાણા ગામના 40 જેટલા લોકોને એનડીઆરએફ ટિમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ત્યારૅ ત્યાંથી નજીક આવેલા બરવાળા ગામમાં પણ નદી નાળાઓ છલીને જાય છે, જયારે એટલા પ્રમાણમાં વરસાદ બરવાળામાં પાંચ વર્ષ પછી પડ્યો છે.

ઘણા વર્ષો બાદ આટલી ધોધમાર માત્રામાં વરસાદ ખાબકવાના કારણે તે વિસ્તારના ખેતરો અને વાડીઓમાં પણ પાણી ફરી વળ્યાં છે. જેના કારણે ખેડૂતો હર્ષે ભરાયા છે.