Ahmedabad News/ અમદાવાદના રામોલમાં 12 વર્ષની સગીરા પર મોટાબાપુએ જ આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ

અમદાવાદના રામોલ (Ramol)માં 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ. પોલીસે આરોપીની કરી ધરપકડ. 

Gujarat Ahmedabad Breaking News
Ramol

Ahmedabad News: અમદાવાદના રામોલ (Ramol)વિસ્તારમાં 12 વર્ષની સગીરા પર તેના જ મોટાબાપુએ દુષ્કર્મ આચર્યાની ગંભીર ઘટના સામે આવી છે.

Ramolમાં દુષ્કર્મની ઘટના

15 સપ્ટેમ્બરે બપોરે ઘરમાં અન્ય કોઈ સભ્ય ન હોવાનો લાભ લઈ આરોપીએ  (Ahmedabad minor girl abuse case)આ કૃત્ય કર્યું હતું અને કોઈને કહેવા સામે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 2 ઓક્ટોબરે તેણે ફરી સગીરા સાથે અડપલાં કર્યાં હતાં. આરોપી પત્ની અને બે સંતાનોથી છેલ્લા 6થી 8 મહિનાથી અલગ રહેતો હતો અને નાના ભાઈના ઘરે આશરો લઈને રહેતો હતો. બંને ભાઈઓ દહેજની એક કંપનીમાં નોકરી કરે છે.

ગભરાયેલી સગીરાએ પહેલાં માતાની બહેનપણીને વાત કરી. તેમણે માતાને જાણ કરી, અને માતાએ પૂછપરછ કરતાં સમગ્ર હકીકત બહાર આવી. માતાએ રામોલ પોલીસ સ્ટેશન (Ramol police station)માં પોતાના જેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ફરિયાદ થતાં જ આરોપી મોબાઈલ સ્વીચ-ઓફ કરીને ફરાર થઈ ગયો હતો.

પોલીસની કાર્યવાહી

પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. સર્વેલન્સ ટીમે સીસીટીવી તપાસ્યા તથા દહેજ અને ભરૂચમાં તપાસ કરી, અને 24 કલાકમાં આરોપીને અંકલેશ્વરમાં મિત્રના ઘરેથી ઝડપી લીધો.


આ પણ વાંચો: ઉપલેટાના હરીયાસણ ગામે સગીરાને મોબાઈલની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, આરોપીની ધરપકડ

આ પણ વાંચો: સુરતમાં ધોરણ-12ની સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, હોટેલમાં લઈ ગયેલા 24 વર્ષીય યુવકની ધરપકડ

આ પણ વાંચો: શિવાલિક શર્મા કેસ: રાજસ્થાન હાઈકોર્ટે દુષ્કર્મની ફરિયાદ કરી રદ્દ, ક્રિકેટરે કહ્યું- કારકિર્દી ખતમ કરવા કેસ થયો