@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
અમદાવાદના નવરંગપુરા વિસ્તારનો એક વિડીયો સોશીયલ મિડીયામાં વાયરલ થતા પોલીસતંત્ર દોડતું થઇ ગયું છે. વિડીયોમાં એક પોલીસ કર્મચારી મહીલાને ઉગ્ર થઇને લાફા મારતો દેખાય છે. જેના પગલે, સ્થાનીક જનતાએ રોષ સાથે ફરીયાદ નોંધાવતા ઉચ્ચ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.

નવરંગપુરા વિસ્તારના મોબાઇલ વિડીયોએ સમગ્ર પોલીસબેડામાં ચકચાર મચાવી છે. જેમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વિક્રમસિંહ ઇશ્વરસિંહ નામના હેડ કોન્સ્ટેબલનું નામ મહીલાને લાફો માર્યો હોવાના આરોપની તપાસ દરમ્યાન બહાર આવ્યું છે. કોમર્સ છ રસ્તા પાસે હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહે એક વ્યક્તીને માસ્ક વગર પકડતા દંડ ચુકવવા કહ્યું હતું. પરંતુ વ્યક્તિએ દંડ ભરવાની ના પાડતા તેને પોલીસે સરકારી ગાડીમાં બેસાડી કાયદાકીય કાર્યવાહી કરવા કહ્યુ હતું. ત્યારે મહીલા ઉગ્ર થઇ ચીસો પાડવા લાગી જેથી વિક્રમસિંહે મહીલાને લાફો લગાવી દીધો. પોલીસ કર્મચારીએ મહિલા ને લાફો માર્યો તે ઘટના મોબાઇલ કેમેરામાં કેદ થઇ વાયરલ થઈ ગઈ. જેના આધારે સ્થાનિક જનતા અને મહિલાએ પોલીસ કર્મચારી સામે કાયદાકીય કાર્યવાહી કરવા ફરિયાદ કરી છે.

પોલિસ હેડ કોન્સ્ટેબલે મહિલા ને લાફો માર્યો હોવાના કેસમાં ઝોન-1 DCP પટેલે તપાસના આદેશ જાહેર કર્યા છે. જે પોલીસ કર્મચારી પર આરોપ લાગ્યો છે તે નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. પોલીસ કર્મચારીઓનું કહેવું છે કે જ્યારે જે વ્યક્તિને માસ્ક વગર પકડવામાં આવ્યો હતો. તેણે દંડ કરવાની ના પાડતા તેને ગાડીમાં બેસાડવામાં આવ્યો ત્યારે તેની સાથે ની મહિલાએ બૂમાબૂમ કરીને પોલીસ સાથે જપા-જપી કરવાનું ચાલુ કર્યું હતું. જેથી ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલ ઉપર થઈને મહિલાને તમાચો મારી દીધો હતો. બંને પક્ષો દ્વારા કરવામાં આવેલી રજૂઆત અને વાયરલ થયેલા વિડિયો ને જોઈને ઉચ્ચ પોલીસ અધિકારીએ હકીકત જાણવા માટે તપાસના આદેશ આપ્યા છે. અને જો હેડ કોન્સ્ટેબલ કસૂરવાર સાબિત થશે પોતાની સામે કડક પગલાં લેવામાં આવશે તેવી માહિતી પણ આપી છે.
Rajkot / રાજકોટમાં વડાપ્રધાનના હસ્તે કોરોના વેક્સિનનું 6 સ્થળોએ ઈ-લોન…
Vaccination / કોરોનાકાળનાં સંસ્મરણોથી ભાવુક થયા વડા પ્રધાન મોદી…
Rajkot / કોરોનાની રસી આવી જતા લોકોએ હાશકારો અનુભવ્યો ; કોરોના વોરિયર…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
