Vaccination/ કોરોનાકાળનાં સંસ્મરણોથી ભાવુક થયા વડા પ્રધાન મોદી

આજે ભારત માટે સમગ્ર વિશ્વ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું. આજની તારીખ 16 જાન્યુઆરી 2020 ભારત માટે ઐતહાસિક પળનું સાક્ષી રહેશે…

India

@કામેશ ચોક્સી, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

આજે ભારત માટે સમગ્ર વિશ્વ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું. આજની તારીખ 16 જાન્યુઆરી 2020 ભારત માટે ઐતહાસિક પળનું સાક્ષી રહેશે કારણકે આજથી સમગ્ર દેશમાં કોરોના જંગ સામે વિશ્વનાં સૌથી મોટા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાયો. પ્રધાનમંત્રી મોદી પણ આ ક્ષણે ભાવુક થયા તો બીજી બાજુ ગુજરાત સહિત સમગ્ર દેશમાં રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરાઇ.

PM મોદીએ રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી. આ પ્રસંગે તેમણે દેશવાસીઓ સહિત વૈજ્ઞાનિકોનો આભાર માનતા જણાવ્યું કે દેશમાં 3006 સેન્ટરો પર રસીકરણની કામગીરી કરાશે.બે-બે મેઇડ ઇન ઇન્ડિયા સ્વદેશી રસી મળી છે તે ભારત માટે ગૌરવસમાન બાબત છે.પ્રથમ તબક્કામાં 3 કરોડ લોકોને કેન્દ્ર સરકાર તરફથી રસી અપાશે.આ સાથે જ પ્રધાનમંત્રી મોદીએ દવા અને કડકાઇનો નવો મંત્ર આપ્યો અને સંવેદનશીલતા-સહભાગિતાને લડાઇનો આધાર ગણાવ્યો.

ગુજરાતમાં કવચને કંકુ ચોખા

ગુજરાતમાં રસીકરણ કાર્યક્રમની વિધિવત રીતે શરૂઆત મુખ્યમંત્રી રૂપાણીએ કરાવી.અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રસીકરણનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ સહિત અધિકારીઓએ ખાસ હાજરી આપી હતી.રસીકરણનાં પ્રારંભે મુખ્યમંત્રીએ સંદેશ આપતા જણાવ્યું કે રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે કોઇએ ડરવાની જરૂર નથી.ગુજરાતમાં 161 સ્થળોએ વેક્સિનેશનની કામગીરી કરાશે.

મુખ્યમંત્રીનાં હોમટાઉનમાં પ્રથમ રસીની શરૂઆત

મુખ્યમંત્રીનાં હોમટાઉન ગણાતા રાજકોટમાં અભિયાનનાં પ્રારંભ બાદ પ્રથમ રસી આપવામાં આવી હતી.રાજકોટમાં સરકારી હોસ્પિટલમાં પ્રથમ રસી ડોકટરને આપવામાં આવી.આ પ્રસંગે રસી બાદ ડોકટરને મેં પણ રસી લીધીનો બેચ આપવામાં આવ્યો.આ પ્રસંગે રાજ્ય કૃષિમંત્રી ફળદુ,ધનસુખ ભંડેરી,ગોવિંદભાઇ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

જાણી લો રસીકરણ કાર્યક્રમની ખાસ વિશેષતા

કોરોનાકાળનો અંત હવે નક્કી છે કારણકે રાજ્ય સહિત દેશભરમાં રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઇ ચુકી છે.રાજ્યમાં 161 સ્થળોએ રસીકરણ કાર્યક્રમ બે તબક્કામાં કોરોનાની રસી અપાશે.બીજા ડોઝ માટે ફોનમાં મેસેજ આવશે બાદમાં રસી અપાશે.મહત્વપૂર્ણ છે કે રસી લીધા બાદ હવે કોઇ નિયમપાલનની જરૂર નથી. તેવું માની લેવાની જરૂર નથી.પ્રધાનમંત્રીએ પણ ખાસ સંદેશમાં જણાવ્યું હતું કે રસી બાદ પણ માસ્ક સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન હજી જરૂરી છે તો જ કોરોના સામેની જંગમાં જીત મળશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો