ક્રાઈમ/ અમદાવાદમાં ફટાકડાં ફોડવા બાબતે પિતા-પુત્રની હત્યા, રામોલમાં 4 લોકોએ કર્યો હતો હુમલો

શહેરના રામોલ વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીમાં વિજયશંકર અને બંસીલાલ નામના પિતા-પુત્ર તથા ભત્રીજા પર એક જ પરિવારના દિપક મરાઠી સહિત 4 શખ્સોએ ફટાકડા ફોડવા બાબતે હુમલો કર્યો હતો.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદ શહેરમાં દીપાવલીના પાવન અવસરે જ પિતા-પુત્રની હત્યા કરવામાં આવી છે, રામોલમાં ફટાકડા ફોડવા બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. જ્યાં ચાર શખ્સોએ પિતા-પુત્રની હત્યા કરી નાંખી હતી. સમગ્ર મામલે રામોલ પોલીસે ગુનો નોંધીને હત્યારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી અનુસાર,  શહેરના રામોલ વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીમાં વિજયશંકર અને બંસીલાલ નામના પિતા-પુત્ર તથા ભત્રીજા પર એક જ પરિવારના દિપક મરાઠી સહિત 4 શખ્સોએ ફટાકડા ફોડવા બાબતે હુમલો કર્યો હતો. આ ઘટનામાં વિજયશંકર અને બંસીલાલ નામના પિતા-પુત્રનું મોત નિપજ્યું છે. આ મામલે રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.દીવાળીના તહેવારમાં જ પિતા-પુત્રનું મોત થઈ જતા પરિવારમાં આક્રંદ છે. તો સોસાયટીના રહીશો પણ સ્તબ્ધ થઈ ગયા છે.

આ મામલે પોલીસ તપાસ દરમિયાન ગણતરીના કલાકમાં જ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે.

બીજી બાજુ, શહેરમાં ફટાકડા ફોડવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો. આ બનાવ શહેરકોટડા વિસ્તારમાં બન્યો હતો. યુવક પર આડેધડ છરીઓના ઘા ઝીંકાયા હતા. રસ્તા પર ફટાકડા ફોડવા બાબતે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં યુવકને સિવિલમાં ખસેડાયો હતો. ધટનાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.



આ પણ વાંચો:RBIની બહાર નોટોની હેરાફેરીનો કાળો કારોબાર, એજન્ટો બેફામ

આ પણ વાંચો:પાલીતાણાના ઠાડચ ગામે LCBનો સપાટો મસમોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

આ પણ વાંચો:સુરતમાં બાળકોની અનોખી પહેલ

આ પણ વાંચો:લાલપુરના મોડપર ગામમાં બે સગી બહેનોના અપહરણ, પરિવારની ચિંતામાં વધારો