ભાવનગર/ પાલીતાણાના ઠાડચ ગામે LCBનો સપાટો મસમોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

પાલીતાણા તાલુકાના ઠાડચ ગામે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના માણસોને ચોક્કસ બાતમી મળી કે ઠાડચ ગામે વાડી વિસ્તારમાં ઇંગ્લીશ દારૂના જથ્થાનું કટીંગ કરતા હતા.

Gujarat Others
YouTube Thumbnail 2023 11 09T142245.172 પાલીતાણાના ઠાડચ ગામે LCBનો સપાટો મસમોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

@હિરેન ચૌહાણ 

Bhavnagar News: પાલીતાણા તાલુકાના ઠાડચ ગામે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના માણસોને ચોક્કસ બાતમી મળી કે ઠાડચ ગામે વાડી વિસ્તારમાં ઇંગ્લીશ દારૂના જથ્થાનું કટીંગ કરતા હતા જેને લઈને પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવતા મસ મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો વિગતવાર વાત કરીએ તો ઠાડચ ગામે વાડી વિસ્તારમાં આદિત્ય લાભશંકર જોષી ઈંગ્લીશ દારૂનું કટીંગ કરતા ઝડપાયા હતા.

જેમાં પોલીસ દ્વારા 2082 બોટલ દારૂ તેમજ બોલેરો વાહન સહિત ટોટલ મુદ્દા માલ 9,85,800 ઝડપી ઇસમ રાકેશ ઉર્ફે જગદીશ ધનજી ડાભી, આદિત્ય લાભશંકર જોષી, જયદીપ જીવરાજ પરમાર અને એક અજાણ્યા ટોટલ ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી મુદ્દા માલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી.ત્યારે પાલીતાણા રૂરલ પોલીસની હદમાં દરોડો પડ્યો શુ પોલીસ ઊંઘતી રહી ! શું સ્થાનિક પોલીસ આ મસમોટાના કટીંગથી પોલીસ અજાણ હતી?

Untitled 7 પાલીતાણાના ઠાડચ ગામે LCBનો સપાટો મસમોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભાવનગરથી દરોડો પાડી ગઈ ત્યારે પાલીતાણા રૂરલ પોલીસની કામગીરી પર સવાલો થઈ રહ્યા છે ! ત્યારે રૂરલ વિસ્તારમાં મસ મોટો ઈંગ્લીશ દારૂનો જથ્થો લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લીધો અને પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં ઈસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરીમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના ફાલ્ગુનસિંહ ગોહિલ, જયદાન લાંગાવદરા અને PSI જેબલિયા તેમજ PI કે એસ પટેલની સુપર કામગીરી જોવા મળી હતી.


whatsapp ad White Font big size 2 4 પાલીતાણાના ઠાડચ ગામે LCBનો સપાટો મસમોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો


આ પણ વાંચો:ખાધી નહીં વિચાર્યું પણ નહીં હોય આવી મીઠાઈ વિશે, કિલોનો ભાવ જાણીને છૂટી જશે પરસેવો

આ પણ વાંચો:દેશની ધરતી પર શરૂ થવા જઈ રહી છે પ્રથમ વિદેશી યુનિવર્સિટી, જાણો ક્યાં ક્યાં છે કોર્સ

આ પણ વાંચો:અમીરગઢ બોર્ડર પરથી પોલીસે વિદેશી મહિલા પાસેથી 4.50 કરોડનું ડ્રગ્સ કર્યું કબજે

આ પણ વાંચો:દિવાળીમાં વધારે ઉત્સાહ બની શકે છે જોખમી