AMC/ અમદાવાદમાં ઔદ્યોગિક એકમોને લઈને AMCએ કર્યો મહત્વનો નિર્ણય

અમદાવાદમાં ઔદ્યોગિક એકમો દ્વારા ભૂગર્ભજળના કરાતા ઉપયોગને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો. શહેરમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ઔદ્યોગિક સંગઠનો સાથે કરેલ બેઠકમાં AMCએ પાણીનો દુરુપયોગ રોકવા ટ્રીટેડ વોટર સપ્લાયની જાહેરાત કરી.

Ahmedabad Gujarat
YouTube Thumbnail 64 અમદાવાદમાં ઔદ્યોગિક એકમોને લઈને AMCએ કર્યો મહત્વનો નિર્ણય

અમદાવાદમાં ઔદ્યોગિક એકમો દ્વારા ભૂગર્ભજળનો કરાતા ઉપયોગને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો. શહેરમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ઔદ્યોગિક સંગઠનો સાથે કરેલ બેઠકમાં પાણીનો દુરુપયોગ રોકવા ટ્રીટેડ વોટર સપ્લાયની જાહેરાત કરી. મંગળવારે AMC કમિશનર એમ થેનારસનના નેતૃત્વ હેઠળ આ બેઠક યોજવામાં આવી.

AMC કમિશનર, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) અને ત્રણ મોટા ઔદ્યોગિક સંગઠનો વચ્ચે મંગળવારે ભૂગર્ભ જળ ખેંચવાને લઈને બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આગામી બે વર્ષમાં AMCએ અમદાવાદ અને તેની આસપાસના પાણીમાં ગૂંગળાતા ટેક્સટાઇલ એકમોને ભૂગર્ભજળનો ઉપયોગ ન કરે તે સુનિશ્ચિત કરવા માટે એક યોજના તૈયાર કરવામાં આવી. ઔદ્યોગિક એકમો પોતાની જરૂરિયાતને લઈને અનેક વખત ભૂગર્ભજળ ખેંચતા હોવાનું નાગરિક સંસ્થાના ધ્યાનમાં આવ્યું હતું. તેના બાદ ઓદ્યોગિક સંગઠનો અને AMC વચ્ચે આ સમસ્યા નિવારવા બેઠક યોજવામાં આવી.

આગામી બે વર્ષમાં ઔદ્યોગિક એકમોને ટ્રીટેડ વોટર સપ્લાય પૂરું પાડી ભૂગર્ભજળ ખેંચતા અટકાવશે. આ માટે, AMC  બે વર્ષમાં પીરાણા ખાતે  પ્રતિદિન 180 મિલિયન લિટર  (MLD)પૂરું પાડવા ટેરિટરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપશે અને ઔદ્યોગિક એકમોને તેનું શુદ્ધિકરણ પાણી પૂરું પાડવા માટે પાઇપલાઇન નેટવર્ક નાખવાની યોજના હાથ ધરશે. આગામી દિવસોમાં AMC  શહેરના ત્રણ ઔદ્યોગિક સંગઠનો સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા બાદ ટ્રીટેડ પાણીના ઉપયોગ કરવાને લઈને શુલ્ક નક્કી કરશે.

AMCના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે શહેરમાં દરરોજ કુલ 1,320 MLD ગટરના પાણીને ટ્રીટ કરવામાં આવે છે. તેમાંથી 350થી 400 MLD ફતેહવાડી કેનાલમાં અને બાકીનું સાબરમતીમાં છોડવામાં આવે છે. હાલ ઔદ્યોગિક એકમોને 10 MLD ટ્રીટેડ ગટરનું પાણી અપાય  છે. રાજ્ય સરકાર દ્વારા આ સંબંધમાં એક નીતિ બનાવવામાં આવી રહી છે.

ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) દ્વારા તાજેતરમાં જમીન ઘસવા અને ભૂગર્ભજળને લઈને અભ્યાસ હાથ ધરવામાં આવ્યો. જેમાં સામે આવ્યું કે પશ્ચિમમાં બોપલ-ઘુમા અને પૂર્વમાં વટવાના ઔદ્યોગિક વિસ્તારની આસપાસના વિસ્તારો દર વર્ષે લગભગ 25mm નીચે ધસી રહ્યા છે. જેનું કારણ એકમો દ્વારા ખેંચવામાં આવતા ભૂગર્ભજળ હોવાનું મનાય છે. આથી જ AMCએ ઔદ્યોગિક એકમોની પાણીની સમસ્યા નિવારવા મહત્વનો નિર્ણય લીધો.


whatsapp ad White Font big size 2 4 અમદાવાદમાં ઔદ્યોગિક એકમોને લઈને AMCએ કર્યો મહત્વનો નિર્ણય


આ પણ વાંચો : Air Pollution/ દિલ્હી વાયુ પ્રદૂષણ સમસ્યાનો ઉકેલ ‘કૃત્રિમ વરસાદ’, શું છે ‘ક્લાઉડ સીડિંગ’ ટેકનોલોજી ?

આ પણ વાંચો : Spacelab/ ગુજરાતની સૌપ્રથમ સ્પેસ લેબ અમદાવાદમાં

આ પણ વાંચો : Contreversey/ કુમાર વિશ્વાસના માણસોએ સખત માર માર્યો હોવાનો ડોક્ટરનો દાવો, મારપીટનો વીડિયો થયો વાયરલ