કચ્છ/ આદિપુરમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી દંપતી સામે ગુનો દાખલ

બાંગ્લાદેશના નોડાઈ જિલ્લાના લશ્કરપુર ગામના મહંમદઅલામીન મહંમદશુકુર શેખ તેમજ પત્ની કે જે રોગુનાથપુર ગામની રહેવાસી છે. તે રોની ઉર્ફે પ્રિયાને ગેરકાયદે રીતે ભારતમાં ઘુસી આવવા સબબ ઝડપી પાડી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Gujarat Others
આદિપુર

બાંગ્લાદેશથી ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશી આદિપુરમાં વસવાટ કરનાર દંપતિને પોલીસે ઝડપી ફોરેનર્સ એકટ ની કલમો મુજબ ગુનો દાખલ કર્યો હતો.  SOG PI  પરમારે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, બાંગ્લાદેશમાંથી વગર પાસપોર્ટ વિઝાએ ગેરકાયદેસર રીતે આ દંપતિએ ભારતમાં ઘુસણખોરી કરી હતી. અને આદિપુરમાં નવી પંદરવાડી વિસ્તારમાં રહેતા હતા. જેથી પોલીસે મૂળ બાંગ્લાદેશના નોડાઈ જિલ્લાના લશ્કરપુર ગામના મહંમદઅલામીન મહંમદશુકુર શેખ તેમજ પત્ની કે જે રોગુનાથપુર ગામની રહેવાસી છે. તે રોની ઉર્ફે પ્રિયાને ગેરકાયદે રીતે ભારતમાં ઘુસી આવવા સબબ ઝડપી પાડી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

વગર વિઝાએ આવ્યા હતા ભારત 

આ દંપત્તિ વિઝા વિના જ ભારત ની સીમમાં દાખલ થયું હતું. અને અહીં આદિપુરમાં વસવાટ કરી રહ્યું હતું. જો કે  બંને આરોપીઓ મહારાષ્ટ્રના થાણેમાં રહેતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે તેઓ પાસેથી ત્રણ મોબાઈલ અને બેંકનું કાર્ડ તેમજ આધારકાર્ડની ઝેરોક્ષ કબ્જે કરી આદિપુર પોલીસમાં ફોરેનર્સ એકટની કલમ મુજબ ગુનો દાખલ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી અને તેમાયે ખાસ કરીને બાંગ્લાદેશ અને અફઘાન નાગરિકનું પ્રમાણ વધુ છે. અનેઅવાર નવાર પોલીસની તપાસમાં આવા ગેરકાયદેસર રહેતા નાગરિકો ઝડપાય છે.

આવો જોઈએ એહવાલ : 

 

 

કેબિનેટની બેઠકમાં નિર્ણય / અતિવૃષ્ટિમાં ચુકવાતી સહાયમાં વધારો, તો સાથે મંત્રી અને અધિકારીઓને ફરજીયાત ગાંધીનગર હાજર રહેવા આદેશ

IPL માં કોરોનાની ફરી એન્ટ્રી / સનરાઇઝર્સ હૈદરાબાદનો ખેલાડી પોઝિટિવ, આજે દિલ્હી સામે છે મેચ 

જમ્મુ કાશ્મીર / આતંકવાદીઓ સાથે સંબંધ હોવાના કારણે છ સરકારી કર્મચારીઓને કરાયા બરતરફ

Good News! / કોરોના હવે સામાન્ય બિમારી બની જશેઃ AIIMS ડાયરેક્ટર