Not Set/ ભારતે તુર્કીની દુખતી નસ પર મુક્યો હાથ,કાશ્મીરના આલાપ મામલે કર્યો પલટવાર

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટ કરીને સાયપ્રસના મુદ્દે તુર્કીને ઘેરી લીધુ હતું. ઉલ્લેખનીય છે કે તુર્કી ઘણીવાર આ મુદ્દાથી દૂર ભાગે  છે

Top Stories
તુર્કી ભારતે તુર્કીની દુખતી નસ પર મુક્યો હાથ,કાશ્મીરના આલાપ મામલે કર્યો પલટવાર

કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથેની મિત્રતાથી તુર્કી ફરી એક વખત છવાયેલું રહ્યું. થોડા સમય બાદ  ભારતે પલટવાર કરીને તુર્કીને યોગ્ય જવાબ આપ્યો હતો. જેણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રમાં કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો, અને તેની દુખતી નસ પર હાથ મૂક્યો હતો. તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોગને સંયુક્ત રાષ્ટ્રની સભામાં સંબોધનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો, તે પછી કાઉન્ટર એટેક માં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટ કરીને સાયપ્રસના મુદ્દે તુર્કીને ઘેરી લીધુ હતું. ઉલ્લેખનીય છે કે તુર્કી ઘણીવાર આ મુદ્દાથી દૂર ભાગે  છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના સાયપ્રસ સમકક્ષ નિકોસ ક્રિસ્ટોડોલાઇડ્સ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી, જેમાં તેમણે સાયપ્રસના સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોનું પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જયશંકરે બુધવારે ક્રિસ્ટોડોલાઇડ્સ સાથેની તેમની મુલાકાત અંગે ટ્વિટ કર્યું અને લખ્યું- ‘અમે આર્થિક સંબંધોને આગળ વધારવા પર કામ કરી રહ્યા છીએ. મેં તેમની પ્રાદેશિક સમજની પ્રશંસા કરી. દરેક વ્યક્તિએ સાયપ્રસ સંબંધિત યુએન સુરક્ષા પરિષદના ઠરાવોનું પાલન કરવું જોઈએ.

 

 

યુએન જનરલ એસેમ્બલીમાં સંબોધનમાં તુર્કીના રાષ્ટ્રપતિ  તૈયપ એર્દોગને કાશ્મીરનો ઉલ્લેખ કર્યાના થોડા કલાકો બાદ જયશંકરે ટ્વિટ કર્યું હતું. આવી સ્થિતિમાં, તેમણે તુર્કીના કાશ્મીરના ઉલ્લેખના ભારતીય પલટવાર તરીકે જોવામાં આવી રહ્યું છે. એર્ડોગને મંગળવારે સામાન્ય ચર્ચામાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, અમે માનીએ છીએ કે કાશ્મીરને લગતી 74 વર્ષ જૂની સમસ્યાનો બંને પક્ષો દ્વારા વાતચીત અને સંબંધિત સંયુક્ત ઠરાવો દ્વારા ઉકેલ લાવવો જોઈએ. ગયા વર્ષે પણ એર્દોને સામાન્ય ચર્ચા માટે જમ્મુ અને કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો.  ભારતે તેને “સંપૂર્ણપણે અસ્વીકાર્ય” ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તુર્કીએ અન્ય રાષ્ટ્રોની સાર્વભૌમત્વનો આદર કરવો જોઈએ અને તેની નીતિઓ પર ઉંડી નજર કરવી જોઈએ.