Not Set/ દેશમાં પોઝિટિવિટી રેટ પહોંચ્યો તળિયે,કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો

કોરોનાની સ્થિતિ અંડર કંટ્રોલ જોવા મળી છે.

Top Stories
corona999 દેશમાં પોઝિટિવિટી રેટ પહોંચ્યો તળિયે,કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો

દેશમાં કોરોનાની બીજી લહેરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે હવે કોરોનાની સ્થિતિ અંડર કંટ્રોલમાં આવી છે, દેશના અનેક રાજ્યોમાં પણ કોરનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાની રફતાર પર બ્રેક વાગતાં હવે લોકડાઉનને અનલોક રાજ્યો કરી રહ્યા છે તે પણ શર્ત સાથે.દેશમાં પોઝિટિવિટી રેટ પહોચ્યો તળીયે ,છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા કેસો 60 હજાર નોંધાયા છે.

કોરોનાની સ્થિતિ હાવ ભારતમાં સારી છે કોરનાની મંધ ગતિ અને મૃત્યુઆંકમાં પણ ઘટાડો થઇ રહ્યો છે જે સારા સમાચાર છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા કેસો 60 હજાર નોંધાયા છે. અનેકોરોનાને માત આપીને સાજા થનાર લોકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળે છે. છેલ્લા 24 કલાકમાં રિકવરીના કેસો 87 હજાર થયાં છે. જ્યારે કોરોના સંક્રમણના કુલ કેસો દેશમાં 2.98 કરોડને પાર પહોચ્યો છે.

કોરોનાની મંદ ગતિ થતાં નવા કેસોમાં નોંધપાત્ર ઘટોડો જોવા મળી રહ્યા છે. કોરોનાની સ્થિતિના આંકડા સ્પષ્ટ કરે છે દેશમાં કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં છે. ભારતમાં કોરોના ટેસ્ટિગ 20 લાખથી વધુ છે.જ્યારે દેશમાં એક્ટિવ કેસો સવા સાત લાખ છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની મંદ ગતિ તરફ આગળ વધી રહ્યો છે પરતું કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને જણાવ્યું છે કે ભીડ વધશે તો કોરોના સંક્રમણ વદશે તેની તકેદારી રાખવી અનિવાર્ય છે