Women's Reservation Bill/ લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ, પરંતુ 2024માં લાગુ નહીં થાય જાણો શું છે કારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિલને ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ આપ્યું

Top Stories India Breaking News
Mantavyanews 49 લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ, પરંતુ 2024માં લાગુ નહીં થાય જાણો શું છે કારણ

નવી દિલ્હીઃ સંસદના વિશેષ સત્રના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા અનામત બિલની જાહેરત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિલને ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ આપ્યું છે. પીએમ મોદીએ તમામ પક્ષોને આ બિલને સમર્થન આપવાની અપીલ કરી હતી

વડાપ્રધાને નવી સંસદમાં પોતાના પ્રથમ ભાષણમાં કહ્યું, આ સમય મહિલાઓ માટે ઈતિહાસ રચવાનો છે. મહિલા અનામત પર ઘણી ચર્ચા થઈ. કેબિનેટે મહિલા અનામત બિલને મંજૂરી આપી દીધી છે. આજે અમારી સરકાર બંધારણ સંશોધન બિલ રજૂ કરવા જઈ રહી છે. મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં અનામત મળશે. મહિલા અનામત બિલ ઘણી વખત રજૂ કરવામાં આવ્યું, પરંતુ ભગવાને મને ઘણા પવિત્ર કાર્યો માટે પસંદ કર્યો છે.

વડાપ્રધાને ગૃહમાં કહ્યું કે અટલ બિહારી વાજપેયીજીના કાર્યકાળમાં કેટલીયવાર મહિલા આરક્ષણ બિલ રજુ કરાયું, પરંતુ તેને પસાર કરાવા માટે પુરતી સંખ્યા મેળવી શક્યા નહીં અને તેને કારણે તેમનું સપનુ અધુરુ રહી ગયું. વડાપ્રધા નરેન્દ્ર મોદીએ મહિલા આરક્ષણ બિલને નારી શક્તિ વંદન અધિનિયમ નામ આપ્યું છે.

મહિલા અનામત બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આ બિલ સંસદમાં રજૂ કર્યું હતું. આ પહેલા પીએમ મોદીએ તમામ પક્ષોને આ બિલને સમર્થન આપવાની અપીલ કરી હતી. જ્યારે કેન્દ્રીય મંત્રીએ આ બિલ રજૂ કર્યું ત્યારે સંસદમાં ભારે હોબાળો થયો હતો.

મહિલા અનામત બિલમાં લોકસભા અને રાજ્ય વિધાનસભામાં 33 ટકા એટલે કે એક તૃતિયાંશ બેઠક મહિલાઓ માટે અનામત રાખવાનો પ્રસ્તાવ છે. આ બિલમાં એસસી, એસટી અને એંગ્લો-ઇન્ડિયન્સ માટે 33 ટકા ક્વોટાની અંદર સબ-રિઝર્વેશનનો પણ પ્રસ્તાવ છે.

હાલમાં લોકસભામાં 82 મહિલા સાંસદ છે, આ બિલ પાસ થયા બાદ સંસદમાં 181 મહિલા સાંસદો હશે. આ અનામત સીધા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે લાગુ પડશે. રાજ્યસભા અને રાજ્યોની વિધાનસભાને લાગુ પડશે નહીં.

ભાજપ અને કોંગ્રેસ બંને પહેલેથી જ મહિલા અનામત બીલના સપોર્ટમાં છે. જોકે, કેટલાક અન્ય પક્ષોએ મહિલા ક્વોટાની અંદર ઓબીસી અનામતની કેટલીક માંગણીઓને લઈને તેનો વિરોધ કર્યો હતો.

સામાન્ય ચૂંટણી પહેલા વસ્તી ગણતરી અને સીમાંકન કરવું લગભગ અશક્ય છે. જો વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સમયસર થશે તો આ વખતે અનામત લાગુ નહીં થાય.આ બિલ 2029ની લોકસભા ચૂંટણી અથવા તે પહેલાંની કેટલીક વિધાનસભા ચૂંટણીઓથી લાગુ થઈ શકે છે.