Not Set/ ભાવી યુદ્ધો વધુ વિનાશક અને કલ્પનાની પરે હશે : સેના પ્રમુખ બિપિન રાવત

કારગીલ યુદ્ધની વિજયની 20 મી વર્ષગાંઠના પ્રસંગે આર્મી ચીફ જનરલ વિપીન રાવતે ભવિષ્ય વિશે ચિંતા વ્યક્ત કરી હતી કે, ભાવી યુદ્વો વધુ ભયંકર અને કલ્પનાથી પરે હશે. તકનીકી અને સાયબર ડોમેન્સની મુખ્ય ભાવી યુદ્વમાં મહત્વની ભૂમિકા ભજવશે.  જનરલ વિપીન રાવત આજે દિલ્હીમાં કારગિલની જીતની વર્ષગાંઠ પર યોજાયેલા એક સેમિનારમાં બોલતા કહ્યું હતું કે, સૈન્યને તમામ […]

Top Stories India
army ભાવી યુદ્ધો વધુ વિનાશક અને કલ્પનાની પરે હશે : સેના પ્રમુખ બિપિન રાવત

કારગીલ યુદ્ધની વિજયની 20 મી વર્ષગાંઠના પ્રસંગે આર્મી ચીફ જનરલ વિપીન રાવતે ભવિષ્ય વિશે ચિંતા વ્યક્ત કરી હતી કે, ભાવી યુદ્વો વધુ ભયંકર અને કલ્પનાથી પરે હશે. તકનીકી અને સાયબર ડોમેન્સની મુખ્ય ભાવી યુદ્વમાં મહત્વની ભૂમિકા ભજવશે. 

જનરલ વિપીન રાવત આજે દિલ્હીમાં કારગિલની જીતની વર્ષગાંઠ પર યોજાયેલા એક સેમિનારમાં બોલતા કહ્યું હતું કે, સૈન્યને તમામ પ્રકારનાં યુદ્ધ (બહુ-સ્પેક્ટ્રમ યુદ્ધ) માટે તૈયાર કરવુ જોઇએ. કોઇ દેશની સેના સિવાયની સેના અને તકનીકીનાં વધતા દબાણથી યુદ્ધની સ્થિતિઓ બદલી ગઇ છે. આજે સાયબર વર્લ્ડ અને સ્પેસનો ઉપયોગ યુદ્ધમાં મોટી ભૂમિકા ભજવશે. તે યુદ્ધ માટે અભિન્ન અંગ સમાન બની ગયા છે. 

bipin rawat new 759 ભાવી યુદ્ધો વધુ વિનાશક અને કલ્પનાની પરે હશે : સેના પ્રમુખ બિપિન રાવત

સેનાના વડા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ચીન દ્વારા લદ્દાખના ડેમ ચોક સેક્ટરમાં ઘૂસણખોરી કરવાનાં કોઇ પ્રયાસો કરવામાં આવ્યા નથી. સેના પ્રમુખે દ્વારા આ સ્પષ્ટતા, 6ઠ્ઠી જુલાઈનાં રોજ દલાઇ લામાનાં જન્મદિવસના દિવસે કેટલાક તિબેટીયન દ્વારા તિબેટીયન ધ્વજ ફરકાવવામાં આવ્યા પછી ચીનના સૈનિકોએ ગયા સપ્તાહે ચીનની વાસ્તવિક નિયંત્રણને પાર કરી હોવાના અહેવાલ મામલે કરવામાંં આવી હતી. 

army bipin rawat 96f36cb4 4dc3 11e7 88f6 6a3facb665a5 ભાવી યુદ્ધો વધુ વિનાશક અને કલ્પનાની પરે હશે : સેના પ્રમુખ બિપિન રાવત

સેના પ્રમુખે કહ્યું, “ચિન માન્ય વાસ્તવિક નિયંત્રણ રેખા પર અવાર નવાર પેટ્રોલિંગ સ્થાનો પર આવે છે. ડેમચોક સેક્ટરમાં તિબેટીઓ અને ભારતીયો તરફથી ઉજવણી કરવામાં આવી રહી હોવાનાં અહેવાલ પર ચીન દ્વારા હકીકતો જાણવા માટે ત્યા પેટ્રોલીંગમાં આવ્યા હોય શકે છે. પરંતુ ઘૂસણખોરીનો કોઇ પ્રયત્ન કરવામા આવ્યો નથી. અને સરહદે સ્થિતિ બુલકુલ શાંતિ પૂર્ણ છે. આપને જણાવી દઇએ કે ભારત અને ચીન વચ્ચે વિવાદાસ્પદ સરહદ રેખા છે, અને 2017 માં બંને દેશોની સશસ્ત્ર દળો વચ્ચે 73 દિવસ આ વિસ્તારમાં તંગ સ્થિતિ રહી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.