પ્રજાસત્તાક દિવસ/ તમારો એક વોટ, ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે !

ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી વધુ એકવાર વિજેતા બનાવો…

Top Stories Gujarat
Mantay 1 2 તમારો એક વોટ, ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે !

26મી જાન્યુઆરી, 2024ના પ્રજાસત્તાક પર્વે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ”કર્તવ્ય પથ” ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન થઇ ગયું. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા.

મિત્રો, ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો : ”ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ”ને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી આપનું ભરપૂર વોટિંગ કરીને ગતવર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહિ !

આ લિંક આપ આપના મિત્રો, પરિચિતો, યુવાઓ, સમાજ અને કચેરીના સભ્યોને મોટા પ્રમાણમાં શેર કરો અને તેમને પણ વોટિંગ કરવા વિનંતી કરી, ગુજરાતના  ટેબ્લોને  વિજેતા બનાવવામાં સહયોગ આપો.

આ રીતે કરી શકો છો આપ વોટિંગ :

અહીં નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો :

  • https://www.mygov.in/group-poll/vote-your-favourite-tableau-republic-day-2024/
  • ત્યારબાદ, રાજ્યોના ટેબ્લોની સૂચિ જુઓ, જેમાં ગુજરાત 04 (ચોથા ક્રમાંકે) છે, ત્યાં ટીક કરો.
  • નીચે લીલા બટનમાં Log in to Participate છે દબાવો
  • ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર/ઇ-મેલ આઈડી લખો
  • જેથી તમને એક OTP પ્રાપ્ત થશે
  • આ OTP લખતા થોડીવારમાં જ તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઇ જશે.

જો SMS થી વોટિંગ કરવા માંગતા હોવ તો નીચેની પદ્ધતિનો અમલ કરો :

SMS Syntax: MYGOVPOLL<space>344521<comma>Choice NumberSend to 7738299899

વોટિંગ લિંક તા.27 જાન્યુઆરી, 2024ના સવારે 05:30 કલાક સુધી જ ખુલી હોઈ, ભરપૂર વોટિંગ કરી ગુજરાતના ટેબ્લોને  વિજેતા બનાવો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Crime story/ગીરગઢડામાં બે ભાઈઓ પર જીવલેણ હુમલો, એકનું મોત

આ પણ વાંચો:food festival/અમદાવાદીઓ આનંદો! શહેરીજનો માટે ફુડ ફેસ્ટિવલ શરૂ થશે

આ પણ વાંચો:વડોદરા/જ્યારે અમારો સમય આવશે:પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બાબરીની તસવીર સાથે માથું ધડથી અલગ કરવાની ધમકી