Not Set/ માત્ર 7 સીટોની હાર જીત નથી દિલ્હીની ચૂંટણી, અનેકનું ભવિષ્ય દાવ પર

પીએમ નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અરવિંદ કેજરીવાલ વચ્ચે તીખા નિવેદનબાજીનો દોર હવે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર પૂર્ણ થવાની સાથે સમાપ્ત થઈ ગયો છે. રાજધાનીની 7 લોકસભા બેઠકો પર ચૂંટણી પ્રચાર શુક્રવારે સમાપ્ત થઈ ગયો અને રવિવારે હવે મતદાન છે. દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એકબીજા પર નેતાઓએ ખૂબ તીવ્ર પ્રહારો કર્યા અને વિશેષરૂપે આમ […]

Top Stories India
arjuo માત્ર 7 સીટોની હાર જીત નથી દિલ્હીની ચૂંટણી, અનેકનું ભવિષ્ય દાવ પર

પીએમ નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અરવિંદ કેજરીવાલ વચ્ચે તીખા નિવેદનબાજીનો દોર હવે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર પૂર્ણ થવાની સાથે સમાપ્ત થઈ ગયો છે. રાજધાનીની 7 લોકસભા બેઠકો પર ચૂંટણી પ્રચાર શુક્રવારે સમાપ્ત થઈ ગયો અને રવિવારે હવે મતદાન છે. દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એકબીજા પર નેતાઓએ ખૂબ તીવ્ર પ્રહારો કર્યા અને વિશેષરૂપે આમ આદમી પાર્ટીની એક મહિલા કેન્ડિડેટ વિરુદ્ધ આપત્તીજનક પત્ર પણ મોટા વિવાદનું કારણ બન્યું છે.

જો કે, દિલ્હીની આ લોકસભાની ચૂંટણી કોંગ્રેસ અને બીજેપી માટે રાષ્ટ્રીય સ્તર પર બેઠકોનો આંકડો વધારવા માટે જરૂરી નથી, પરંતુ તેના ઘણા બધા અર્થ પણ છે. એક બાજુ કોંગ્રેસ 2013 માં સત્તાથી છૂટા પડ્યા પછી રાજધાનીમાં પોતાની જમીન મજબૂત બનાવવા લાગી ગઈ છે, બીજી તરફ બીજેપી 2020 ની વિધાનસભાની ચૂંટણી પહેલાં તેને સેમિફાઇનલ તરીકે જોઈ રહી છે. બીજેપીને લાગે છે કે લોકસભાની ચૂંટણીમાં જો તેમનું પર્ફોમન્સ સારું રહેશે તો તેને વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો થશે.

આમ આદમી પાર્ટી માટે પણ ઘણું બધું દાવ પર છે. છેલ્લા 4 વર્ષોથી તે દિલ્હી સરકારની કામગીરીમાં કેન્દ્રની દખલને લઈને લડતી રહી છે. દિલ્હીની ચૂંટણી જંગની રોચકતા હાઇ પ્રોફાઇલ ઉમેદવારોના મેદાનમાં ઉતારવાથી પણ વધી ગયું છે. બીજેપી દ્વારા પૂર્વ દિલ્હીથી પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર, કોંગ્રેસથી ઉત્તર પૂર્વ દિલ્હીથી શીલા દિક્ષિત અને વિજેન્દ્ર કુમારને સમરમાં ઉતાર્યા છે.

દિલ્હીમાં ચૂંટણી મુદ્દાઓની વાત કરવામાં આવે તો પક્ષોએ રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને ટ્રાફિક જામ, ત્રાસવાદથી લઇને બેરોજગારી અને પલ્યુશનથી લઈને પાર્કિંગ સુધી મુદ્દાઓ ઉઠાવ્યા. સમાજના તમામ વર્ગોમાં રાજકીય દળોએ સંબોધન કરવાનો પ્રયાસ કર્યો.

પ્રચારની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીમાં તેના નેતાઓ ઉપરાંત દેશભરમાં ભાજપ વિરોધ માટે જાણીતા એક્ટર પ્રકાશ રાજ અને અભિનેત્રી સ્વરા ભસ્કરને પણ કેમ્પેન કર્યું. બીજેપી માટે પીએમ મોદી સિવાય અમિત શાહથી લઈને રાજનાથ સિંહ અને હેમા માલિની સુધીએ કેમ્પન કર્યું. કોંગ્રેસના તરફથી પ્રિયંકા ગાંધી, નવજોત સિંહ સિદ્ધુ, રાજ બબ્બર અને શત્રુઘ્ન સિન્હા જેવા નેતાઓએ કેમ્પનની જવાબદારીને સંભાળી.