ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ/ અમદાવાદ એરપોર્ટ પર દુબઇ જતા મુસાફરના બેગમાંથી 1 કરોડના હીરા પકડાયા,જાણો વિગત

અમદાવાદ હવે સોના અને હીરાની દાણચોરીનો હબ બનતો જાય છે,રાજ્યમાં અમદાવાદ શહેરમાંથી સોનાની દાણચોરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે,

Top Stories Gujarat
10 1 અમદાવાદ એરપોર્ટ પર દુબઇ જતા મુસાફરના બેગમાંથી 1 કરોડના હીરા પકડાયા,જાણો વિગત

અમદાવાદ હવે સોના અને હીરાની દાણચોરીનો હબ બનતો જાય છે,રાજ્યમાં અમદાવાદ શહેરમાંથી સોનાની દાણચોરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, આજે ફરીવાર અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દુબઇ જઇ રહેલા એક મુસાફરની ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓએ અટકાવી તપાસ કરી હતી. ડીઆરઆઈને બાતમી મળી હતી જેના આધારે તેમણે શુક્રવારે ભારથી દુબઇ જતા મુસાફરના સામાનની તપાસ દરમિયાન વિવિધ કદ અને જથ્થાના છૂટક હીરાની 15 નાની પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરવામાં આવ્યા હતા.

આ હીરા મહિલાઓના ડ્રેસ મટીરિયલમાં છુપાવેલા મળી આવ્યા હતા. આ ઉપરાંત મુસાફર 40 હજાર દીરહામની કિંમતની વિદેશી ચલણી નોટો પણ લઇ જઇ રહ્યો હતો. જેની ભારતીય ચલણમાં રૂ. 8 લાખ થાય છે. પૂછપરછ દરમિયાન તે ધ્યાનમાં આવ્યું કે મુસાફરે એરપોર્ટ પર અધિકારીઓને હીરા અને વિદેશી ચલણનો જથ્થો જાહેર કર્યો નહોતો. વેલ્યુઅરની હાજરીમાં ઉપરોક્ત હીરાની તપાસ અને મૂલ્યાંકન કરાયું હતું. જેના આધારે હીરા 304.629 કેરેટના હતા અને તેની બજાર કિંમત રૂ. 1 કરોડની થાય છે.

આ હીરા અને વિદેશી ચલણી નોટો કસ્ટમ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવી હતી. આ મુસાફરની તપાસમાં તેણે જણાવ્યું કે તે મુંબઈનો વતની છે અને ભારતની બહાર હીરાની દાણચોરીમાં સામેલ છે. જેના માટે તેને દુબઈ સ્થિત હીરાના વેપારી દ્વારા કમિશન ઓફર કરવામાં આવી હતી. કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ આ મુસાફરની ધરપકડ કરાઈ હતી.