ગુજરાતમાં અકસ્માતની સિલસિલો અટકવાનું નામ જ નતાહી લઈ રહ્યો, એક પછી એક સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. દિવાળીમાં વડોદરાથી જેસલમેર ફરવા જઇ રહેલા પરિવારની કાર ગુરુવારે રાત્રે જેસલમેરના ફતેહગઢ પાસે આગળ જતી પથ્થર ભરેલી ટ્રોલી સાથે અથડાઈ હતી. જે બાદ અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર વડોદરાના 3 લોકોનાં કમકમાટી ભર્યા મોત થયાં હતાં, જેમાં પતિ-પત્ની અને પુત્રનો સમાવેશ થાય છે. જ્યારે 2 વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે બાળકને સામાન્ય ઇજા પહોંચી હતી.
આ પણ વાંચો :નડિયાદ : દત્તક બાળકને આ કારણે મહિલાએ તરછોડ્યુ
આ મામલે મળતી માહિતી અનુસાર, જેસલમેરના ફતેહગઢ પાસે આગળ જતી પથ્થર ભરેલી ટ્રોલી સાથે કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર વડોદરાના 3 લોકોનાં મોત થયાં હતાં, જેમાં પતિ-પત્ની અને પુત્રનો સમાવેશ થાય છે. જ્યારે 2 વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે બાળકને સામાન્ય ઇજા પહોંચી હતી.
વડોદરાથી જયદ્રથભાઈ (ઉં.વ.55) તેમના પત્ની આમિત્રી દેવી (ઉં.વ.52), બે પુત્ર નીતિનભાઈ (ઉં.વ.30) અને સત્યેન્દ્રભાઈ (ઉં.વ.35) તેમજ પુત્રવધુ શિવમ કુમારી (ઉં.વ.29) અને પૌત્ર વિવાન (ઉં.વ.6) અર્ટિગા કારમાં જેસલમેર ફરવા જઈ રહ્યાં હતાં. દરમિયાન ગુરુવારે રાત્રે તેમની કાર આગળ જઈ રહેલી પથ્થર ભરેલી ટ્રોલી સાથે અથડાઈ હતી, જેમાં જયદ્રથભાઈ, આમિત્રી દેવી અને નીતિનભાઈનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને મોડી રાત્રે જવાહર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેસીબીની મદદથી કારમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : વલસાડ નજીક સર્જાયો ત્રિપલ અકસ્માત, ત્રણ લોકોના કરૂણ મોત
સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. આ બનાવની જાણ વડોદરા સ્થિત પરિવારને થતાં તેઓ જેસલમેર જવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ ટ્રોલીનો ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.
વલસાડના ભિલાડ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 3 લોકોનાં ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂં ઉડી ગયા હતા. જ્યારે 4થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. મળતી માહિતી પ્રમાણે અકસ્માતમાં જે ત્રણ લોકોના મોત થયા છે તેમાં ભિલાડ નજીક કનાડુ ગામના દંપત્તિ છે અને બીજી એક વ્યક્તિનું મોત થયું તે પણ કનાડુ ગામના જ છે. કનાડુ ગામનું દંપત્તિ બહાર ફરવા ગયું હતું અને ફરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે આ ગોઝારી ઘટના બની. અકસ્માતમાં પતિ અને પત્ની બન્નેનાં મોત થયાં છે.
આ પણ વાંચો :સુરતમાં સગા બાપે 8 કલાકમાં કિશોરી પર બે વખત આચર્યું દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો
આ પણ વાંચો : શિવાંશ માટે આવ્યા મોટા સમાચાર, પિતાએ બાળકનો દાવો જતો કરતા આ એજન્સી દત્તક માટે કરશે કાર્યવાહી
આ પણ વાંચો : ગુનેગારો બન્યા બેફામ, સુભાષબ્રિજ પાસે 27 લાખનાં સોના-ચાંદીનાં બિસ્કીટ ભરેલા થેલાની ચીલઝડપ