Ahmedabad/ અત્યંત આધુનિક અને ટેકનાલોજીથી બનેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ક્રિકેટના મકકા ‘લોર્ડસ’ને મારશે ટકકર

અત્યંત આધુનિક અને ટેકનાલોજીથી બનેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એટલે ક્રિકેટના મકકા ‘લોર્ડસ’ને મારશે ટકકર..,

Ahmedabad Gujarat Trending
congres 15 અત્યંત આધુનિક અને ટેકનાલોજીથી બનેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ક્રિકેટના મકકા ‘લોર્ડસ’ને મારશે ટકકર

@ચિરાગ પંચાલ, મંતવ્ય ન્યૂઝ 

ક્રિકેટનું મકકા કહેવાતું દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ ગ્રાઉન્ડ લોર્ડસ, હવે સૌથી મોટું નહી રહે, કારણ કે અમદાવાદના મોટેરામાં બનેલું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તેનો નંબર પડાવી લીધો છે. ગુજરાત માટે દેશ માટે ગૌરવ લેવા જેવું આ સ્ટેડિયમ હવે તૈયાર છે. અત્યંત આધુનિક અને ટેકનાલોજીથી બનેલું પિલ્લર લેસ સ્ટેડિયમ જેવું દુનિયામાં બીજુ કોઇ સ્ટેડિયમ નથી.

  • સૌથી અનોખું.., સૌથી વિશાળ..,
  • સૌથી ખાસ..,અને સૌથી શાનદાર..,
  • ક્રિકેટના મકકા ‘લોર્ડસ’ને મારશે ટકકર..,
  • બનશે ક્રિકેટનું ‘કાશી’…,
  • કહીએ.., તો  વર્લ્ડ ક્લાસ …

અમદાવાદમાં આવું જ કંઇક વર્લ્ડ ક્લાસ  સુવિધાઓથી ભરેલું દુનિયાનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ બનીને તૈયાર છે.. આ વિશાળ સ્ટેડિયમ જોઇને તમે પરેશાન થઇ જશો.

વલ્ર્ડકલાસ સુવિધાવાળા આ સ્ટેડિમયમાં એક લાખ દસ હજાર લોકોને બેસવાની વ્યવસ્થા છે.આખી દુનિયામાં આવું સ્ટેડિયમ બીજુ કોઇ નથી. આ પહેલાં મેલબોર્નના સ્ટેડિયમને દુનિયામાં સૌથી મોટુ માનવામાં આવતું હતું. જેમાં ૯૦ હજાર લોકોને બેસવાની વ્યવસ્થા છે. ગુજરાતમાં દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવવાનો આઇડીયા બીજા કોઇનો નહી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે. અને એટલે જ તેને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે.

Political / 25 વર્ષમાં સૌથી મોટો પરાજય! રાજકોટમાં કોંગ્રેસના થયા સુપડા સાફ

જયારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને તે વખતે તેઓ ગુજરાત ક્રિકેટ એશોસિએશનના પ્રેસીડેન્ટ પણ હતા. ત્યારે તેમણે સપનું જોયું હતું કે મોટેરા સ્ટેડિયમને દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવવામાં આવે આજે એ સપનું સાકાર થઇ ગયુ છે. દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ મોટેરા બનીને તૈયાર છે.

Political / કોંગ્રેસની કારમી હાર માટે કોને જવાબદાર ગણવા …?

Motera Stadium: Gujarat's grand stand

સ્ટેડિયમનું કામકાજ પુરૂ થઇ ગયુ છે. તેને બનાવવામાં અલ્ટ્રમોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રેક્ષકોને મેચ જોવામાં કોઇ પણ જાતની તકલીફ ન પડે તે માટે સામેની બાજું પર કોઇ પિલ્લર બનાવવામાં આવ્યા નથી. સ્ટેડિયમમાં લગાવવામાં આવેલી ફલડલાઇટ પણ બીજા સ્ટેડિયમની સરખામણીમાં અલગ છે. આ લાઇટસ ખાસ હોલેન્ડથી મંગાવવામાં આવી છે. સ્ટેડિયમના ઉપર આવી પાંચસોને એશી લાઇટ લગાવવામાં આવી છે. આ લાઇટના રિફલેકશથી કોઇ પડછાયો સ્ટેડિયમમાં નહી પડે.

જે રીતે વડાપ્રધાન નરેન્દ્રમોદીએ હ્યુસ્ટનમાં હાઉડી મોદીનો કાર્યક્રમ યોજયો હતો. બસ તેવો જ કાર્યક્રમ અમદાવાદના મોટેરા સ્ડેડિયમમાં પણ યોજાયો હતો.

ભારત જે રીતે ક્રિકેટમાં નંબર વન છે.. વિશ્વમાં ભારતની ટીમનું મોટું નામ છે. તેવી જ રીતે હવે ભારત પાસે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પણ છે. આ સ્ટેડિયમની વિશાળતા જોઇને એ વાત સ્પષ્ટ થઇ જાય છે કે વડાપ્રધાન નરેન્દ્રમોદી જે વિચારે છે  તે મોટું નથી વિચારતા પણ સૌથી મોટું વિચારે છે.

આ ક્રિકેટ સ્ટેડિયમ ન માત્ર એક ક્રિકેટ સ્ટેડિયમ છે. પણ ભારત અને ગુજરાતના ગૌરવની એક નિશાની છે. જેમ સરદાર પટેલની પ્રતિમા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે. તેવી જ રીતે અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ પણ દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ છે.