Corrupt administration/ ખોખલો વહીવટ ખોખલો બ્રિજઃ હાટકેશ્વર બ્રિજને તોડ્યા વગર કોઈ છૂટકો નથી

અમદાવાદના પૂર્વવિસ્તારના બ્રિજ અને અંડરપાસની જાણે કે પનોતી બેઠી છે. ખોખરા-કાંકરીયા વચ્ચેનો રેલ્વે ઓવરબ્રિજ થોડુંઘણું નહી રિપેરિંગ માટે અઢી વર્ષ બંધ રહેતા લોકો રીતસર ત્રાહિમામ પોકારી ગયા હતા. નાથાલાલ ઝગડા અંડરપાસના એક તરફના ટ્રેકના સાંધા ખુલી જતા સિંગલ ટ્રેકમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. હવે હાટકેશ્વર બ્રિજ ઉદઘાટન થયું ત્યારથી ચાલુના બદલે બંધ બંધ વધુ રહ્યો છે. 40 કરોડમાં એવો તે કેવો ભ્રષ્ટાચાર થયો કે ચાર જ વર્ષમાં ગાબડા પડવા માંડયા. અમદાવાદને મેગાસિટી, સ્માર્સિટી, હેરિટેજ સિટીના રૂપાળા છોગા લાગ્યા બાદ પણ વહીવટ તો મોટી થઈ ગયેલી ઓવરગોન નગરપાલિકા જ જેવો રહ્યો છે, ચોખ્ખા શબ્દોમાં કહીએ તો ખાડે ગયો છે. કાંડ અને કટકીનો અડ્ડો બની ગયો છે !

Gujarat Mantavya Exclusive
Corrupt Administration

એસોસિયેટ એડિટર, પ્રફુલ ત્રિવેદી

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને હવે ચાર જ વર્ષમાં જર્જરિત થઈ ગયેલા Corrupt Administration હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બ્રિજ બનાવ્યા વગર છૂટકો નથી તેવી નામોશીભરી સ્થિતિ આવી છે. છતાં સત્તાવાળાઓ અને વહીવટીતંત્રના પેટનું પાણી હજુ જોઈએ તેવું હલતું નથી તે બાબત આશ્ચર્ય જ નહી સંવેદનશીલતાની ટ્રષ્ટિએ આઘાતજનક પણ છે.

કોન્ટ્રાક્ટર તરીકે અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રા અને પ્રોજેક્ટ મોનિટરિંગની Corrupt Administration જવાબદારી એસકેએચ ઇન્ડિયા પ્રાઇવેટ લિ.ની હતી. મ્યુ. કોર્પોરેશનના સિટી એન્જિનિયરની જવાબદારી કામ ટેન્ડરની શરતો પ્રમાણે થાય છે કે નહી, મટીરિયલ સ્પેસિફિકેશન મુજબનું છે કે નહી તે તપાસવાની હતી.ઝોનના એડિશનલ એન્જિનીયરની સુપરવિઝનની જવાબદારી હતી એમણે વીઆરએસ લઈ કોર્પોરેશનને રામ-રામ કરી દીધા છે. કોણે ક્યાં ગફલા કર્યા, કોણે વધુ નફો રળી લેવાના ઇરાદે હલકુ મટીરિયલ વાપર્યુ, કોણે આંખ આડા કાન કર્યા કે આંખે પિંક નોટોના પાટા બંધાઈ ગયેલા હતા એવી તે કોની ઊંચી વગ છે કે કોઈના પર કોઈ પગલાં નથી લેવાતા. તપાસની માંગ માટે વેપારીઓએ દેખાવો કરવા પડે, બેસણાના કાર્યક્રમો યોજવા પડે, સત્તાવાળાઓને-અધિકારીઓને તેમની પગલાં લેવાની ફરજ યાદ કરાવવા કાર્યક્રમો યોજવા પડે, તે બાબત શરમજનક છે. કોને સજા કરવી એની શોધખોળ ચાલતી હોવાથી આખીય મેટર ગોળગોળ ફરી રહી છે.

2017માં બ્રિજ ખુલ્લો મૂકાયો અને ચાર વર્ષ માર્ચ 2021માં ગાબડા પડ્યા ત્યારથી આખીય Corrupt Administration બાબતને ગોળગોળ ફેરવવામાંવી રહી છે. ફાંસીએ ચડાવવા જાડા નરની શોધ ચાલી રહી છે, પાતળો છે એ પોતીકો છે,તેને બચાવી લેવાનો છે. જો મોરબી દુર્ઘટનામાં જયસુખભાઈ પટેલ સામે કાર્યવાહી ચાલી શકતી હોય તો અહીં કેમ કોન્ટ્રાક્ટરને હલકી કપચી વપરાઈ હોવાનું લેબ ટેસ્ટિંગમાં સાબિત થયા છતાં બચાવવામાં આવી રહ્યા છે.

કોંક્રીટનો પહેલો રિબાઉન્ડ હેમર જેવો પ્રાયમરી ટેસ્ટ સીમેક લેબમાં કરાયો જેમાં કોંક્રીટની સ્ટ્રેન્થ એમ 45 હોવી જોઈએ જે એમ25-30 નીકળી. બાદમાં ત્રણ કન્સલ્ટન્ટની કમિટી નીમાઈ ત્યાં સુધી ડિટેઇલ ટેસ્ટ કરાવવાની બાબબતને રહસ્યમય રીતે અમલમાં ન મૂકાઈ. બાદમાં કેસીટી અને સીમેક લેબોરેટરીઝમાં અલ્ટ્રાસોનિક પલ્સવેલો સિટી (યુપીવી) અને એનડીટી ટેસ્ટ કરાવાતા કોંક્રીટની સ્ટ્રેન્થ Corrupt Administration એમ-15 અને તેથી પણ ઓછી નીકળી. આ બાબત સ્વયં સ્પષ્ટ છે કે મટીરિયલ હલ્કા પ્રકારનું વપરાયું છે. હવે બ્રિજ તોડીનો નવો બનાવવો પડશે તે ખાતર પર દિવેલની જેમ બીજા 150 કરોડનોખર્ચ થશે અને વધુ બે વર્ષ લોકો હેરાન થશે. અગાઉ 40 કરોડના ખર્ચ બાદ રીપેરિંગમાં 90 લાખ ખર્ચાયા છે. બે વર્ષથી ચકડોળે ચડેલા પ્રશ્નના અંતિમ તારતમ્ય સુધી ‘મ્યુનિ. જેવુ જવાબદાર તંત્ર’ પહોંચી શકતું નથી. અમદાવાદના નાગરિકો માટે આ બાબત આધાત આપનારી છે.

ઊભા થતાં પ્રશ્નો

  • ડિઝાઇન કન્સલ્ટન્ટ બનાવે, કામ કોન્ટ્રાક્ટર કરે, મોનિટરિંગ ખાનગી કંપની કરે તો મ્યુનિ.ના તગડો પગાર લેતા એન્જિનીયરો કરે છે શું? માત્ર બિલમાં સહી કરી જરૂરી કમિશન મેળવવાનું?
  • હવે કોણે શું કર્યુ, કોણે કૌભાંડ કર્યુ, કોણે ભ્રષ્ટાચાર કર્યો, કોણે મટીરિયલ્સની ચોરી કરી? તેનો જવાબ બે વર્ષમાં કેમ શોધી શકાયો નહીં?
  • બ્રિજ ઉભો રહેશે, સમારકામ શક્ય છે કે નહી, કે પછી તે નવો કરાશે તેના જવાબ કોણ અને કયારે આપશે?
  • કોઈ ચોક્કસની જવાબદારી કોઈ અન્ય ચોક્કકસ પર ઢોળવા મેટર ગોળગોળ ફેરવાય છે?
  • પ્રજાના નાણાનો ધૂમાડો અને પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવ્યો તેની ગુનાઇત જવાબદારી કોની?
  • નવો બ્રિજ બનાવવાના નાણા આ લોકોના ખિસ્સામાંથી જ કઢાવવા જોઈએ તેમ નથી લાગતું?
  • પેપર ફોડનારને એક કરોડ દંડ અને દસ વર્ષની કેદ એ જોગવાઈ અધિકારી-એન્જિનિયરો માટે ના કરી શકાય?
  • ભ્રષ્ટાચાર રોકવા સત્તાવાળા-ઉચ્ચ અધિકારીઓ ખરેખર મનથી સજ્જ છે ખરા?