નામકરણ/ પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખો વિરોધ : તુટેલા રોડનુ નવિન નામ કરણ કરાયું

પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના તૂટેલા રોડનું ફરી નામકરણ કરવામાં આવ્યું હતું. અને તૂટેલા રોડને શિયાળ પાટીલ વહન તોડ માર્ગ અને ભુપેન્દ્ર પટેલ રમણ-ભમણ રોડ જેવા નામો આપવામાં આવા હતા.

Top Stories Gujarat Others
પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના તૂટેલા રોડનું ફરી નામકરણ કરવામાં આવ્યું હતું. અને તૂટેલા રોડને શિયાળ પાટીલ વહન તોડ માર્ગ અને સ્ટ્રોમ વોટર

પાટણ શહેરના જુનાગંજ બજાર થી ઝીનીરેત, નીલમ સિનેમા, કસારવાડા થી બુકડી અને મીરા દરવાજા કેનાલ સુધી છેલ્લા બે વર્ષથી સ્ટ્રોમ વોટર લાઈન નાખવામાં આવી છે આ સ્ટ્રોમ વોટર લાઈન નાખ્યા બાદ જે તૂટેલા રોડ રસ્તા નું સમારકામ સ્ટ્રોમ વોટર લાઈન ના કોન્ટ્રાક્ટર કરવાનું હોય છે.

પ૧ 3 પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખો વિરોધ : તુટેલા રોડનુ નવિન નામ કરણ કરાયું

પરંતુ તેના તમામ બીલો કોન્ટ્રાકટર ને આપાઈ ગયા છે. અને તેની કામગીરી સમય મર્યાદાઓ હોવા છતાં પણ નગરપાલિકાના સત્તાધીશો આ સ્ટ્રોમ વોટર લાઈનના કોન્ટ્રાક્ટરને સમારકામ કરવાનું ન તો કહી શકતા અને લેખિત પણ આપી શકતા તેમજ આ રોડ સમારકામ કરવા માટે નોટિસ આપી શકતા નથી. નબળા નગરપાલિકાના સત્તાધીશોના કારણે વોર્ડ નંબર 8,  7 અને 10 ના રહીશો અને વેપારી મિત્રો હેરાન પરેશાન થતા હતા.

p3 8 પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખો વિરોધ : તુટેલા રોડનુ નવિન નામ કરણ કરાયું

તેમ જ આ વિસ્તારમાં હજી નવીન રોડ ક્યારે બને એ કોઈ નક્કી નથી ત્યારે આજે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે તૂટેલા રોડ છે તે તૂટેલા રોડને નવીન નામકરણ આપવાનો કાર્યક્રમ કર્યો હતો અને જેમાં વોર્ડ નંબર  8, 7 અને 10 માં તૂટેલા રોડ ના નામકરણના બેનરો લગાવીને અનોખો વિરોધ કરાયો હતો ટૂંક જ સમયમાં આ વિસ્તારમાં જે નવીન નામકરણ કરીને રોડના નામ આપવામાં આવેલ છે તેનો પાટણ શહેર કોંગ્રેસ પરિવાર અને વિસ્તારના લોકોને સાથે રાખીને ગોળધાણા વેચવાનો પણ કાર્યક્રમ કરવામાં આવશે.