છોટા ઉદેપુર,
છોટા ઉદેપુરના બોડેલી રેલવે સ્ટેશન પાસે એક દુર્ઘટના બની હતી. જેમાં રેલવે ટ્રેક પર આધેડ આવી જતા આધેડ ટ્રેન નીચે આવી જતા આધેડના હાથ પગ કપાયા હતા.
અકસ્માતમાં આધેડ ગંભીર રીતે ઘવાતા તેમને 108 મારફતે અલીપુરા સીએચસીમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આધેડની હાલત ગંભીર જણાતા તેને વડોદરા રિફર કરવામાં આવ્યા હતા. પરંતુ રસ્તામાં જ આધેડનું કરુણ મોત નિપજ્યું હતું. મૃતકનું નામ રામસિંગભાઈ જેસીંગભાઈ બારીય છે અને તે ઢોકલીયાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.