ભાવનગર/ ભંડારિયા ગામેની 300 વર્ષ જૂની પરંપરા, હિંદુ-મુસ્લિમ સાથે માતાજીની કરે છે આરતી

ભંડારિયા ગામના આ ચોકમાં ડિસ્કો દાંડિયાને કોઈ સ્થાન નથી . આઠમનાં દિવસે માતાજીના દર્શન કરવા માતે ભક્તો મોટી સંખ્યમાં આવે છે  અને માં અંબાના ચરણોમાં શિશ નમાવે છે .

Gujarat Others
ભંડારિયા
  • આરતી બાદ થાઈ છે  નાટક અને ભવાઈ
  • આઠમનાં દિવસે ભક્તોનો ઘોડાપુર
  • બહાર ગામથી નાટકો જોવા આવે છે લોકો

ભાવનગરના ભંડારીયા ગામે આજે પણ 300 વર્ષ જૂની પરંપરાગત રીતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે,  આજે પણ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ હિંદુ મુસ્લિમ સાથે મળીને માતાજીની આરતી કરે છે અને ત્યાર બાદ  નાટક રમવાનું  શરુ કરે છે ,નાટકો જોવા માટે પણ બહાર ગામથી મોટી સંખ્યામાં લોકો  આવે છે.આજેય  પણ ભંડારિયા ગામના આ ચોકમાં ડિસ્કો દાંડિયાને કોઈ સ્થાન નથી . આઠમનાં દિવસે માતાજીના દર્શન કરવા માતે ભક્તો મોટી સંખ્યમાં આવે છે  અને માં અંબાના ચરણોમાં શિશ નમાવે છે .

Untitled 15 ભંડારિયા ગામેની 300 વર્ષ જૂની પરંપરા, હિંદુ-મુસ્લિમ સાથે માતાજીની કરે છે આરતી

ભાવનગર પાસેના ભંડારિયા ગામમાં આવેલા શ્રી બહુચરાજી માતાના સ્થાનકે ઉજવાતા નવરાત્રી મહોત્સવ ની ૩૦૦ વર્ષ કરતા પણ જૂની પરંપરા મુજબ ઉજવાતા નવરાત્રી ઉત્સવમાં આજે પણ સૌરાષ્ટ્રની પ્રાચીન સંસ્કૃતીની મહેક આવે છે. અહીં માણેકચોકના રંગ મંડપમાં શક્તિ થિયેટર્સનાં રંગમંચ પર ભજવાતા ધાર્મિક-ઐતિહાસીક નાટકો ભવાઇ ખુબ જાણીતી અને લોકપ્રીય છે. ભંડારિયાની ભવાઇ જોઇને દાતાના રાજવીએ મુંડકી વેરો માફ કરેલો. જે વાતનું આજે પણ ગોહિલવાડ ગૌરવ લે છે.

Untitled 16 ભંડારિયા ગામેની 300 વર્ષ જૂની પરંપરા, હિંદુ-મુસ્લિમ સાથે માતાજીની કરે છે આરતી

આજથી સાત દસકા પૂર્વની આ વાત છે. ભંડારિયા બહુચરાજી મંદિરમાં નવરાત્રિના નવ દિવસ સુધી સતત ભવાઇ વેશો ભજવાતો હતા ત્યારે ભવાઇ મંડળે ખેડબ્રહ્મા પાસે આવેલા અંબાજીના ધામમાં માતાજીનાં ‘ગોખ’ પાસે ભવાઇ ભજવવા જવાનું નક્કી કર્યું. ત્યાના રજવાડામાં એવો એક નિયમ હતો કે બ્રાહ્મણ હોય તે જ વ્યક્તિ ભવાઇ વેશ માતાજીનાં ગોખની સામે પડમાં રમી શકે. પરંતુ સૌરાષ્ટ્રનાં ભાવસિંહજી તખ્તસિંહજીના રાજ્યમાં ભડી ભંડારિયામાં દરેક જ્ઞાતિનાં લોકો ભવાઇ રમતા જે હજું આજે પણ એ જ સ્થિતિમાં રમાય છે.ભંડારિયા ના લોકો એ ત્યાં ભવાઈ વેશ ભજવી ને ત્યાના રાજવીઓ ને ખુશ કર્યા ત્યારે ત્યાના રાજવીએ પોતાના ભોજપત્રના કાગળ પર ભાવનગર શહેરના ભાવેણાના ભડી ભંડારિયા ગામેથી પધારતા કોઇપણ સ્ત્રી, પુરૃષ, અબાલ વૃધ્ધ બાળકોનો ‘મુંડકાવેરો’ ન લેવાનો આદેશ આપી તમામ ભવાઇ વેશના કલાકારોનું બહુમાન આપી નવાજ્યાં હતાં. ભંડારિયા માં આજે પણ વર્ષો થી ચાલી આવતી પરંપરા મુજબ હિંદુ મુસ્લિમ સાથે મળી ને માતાજી ની આરતી કરી ને નાટક રમવું શરુ કરે છે.

Untitled 16 1 ભંડારિયા ગામેની 300 વર્ષ જૂની પરંપરા, હિંદુ-મુસ્લિમ સાથે માતાજીની કરે છે આરતી

ભંડારિયાના ના મણેકચોકમાં રમાતી ભવાઇ બગદાણાવાળા પૂ.બજરંગદાસ બાપા પણ નીહાળવા આવતા. ભંડારિયામાં આજે પણ પરંપરા મુજબ નાટકો રમવામાં આવે છે. સમયનાં બદલાતા વ્હેણ સાથે ભવાઇનાં સ્થાને નાટક યોજવામાં આવે છે. પરંતુ નાટકો જોવા માટે પણ બહારગામથી લોકોની ભીડ જામે છે.આજેય  પણ ભંડારિયા ગામ માં આ ચોક માં ડિસ્કો દાંડિયા ને સ્થાન નથી .તેમજ આ નાટક જોવા આવનાર દરેક વ્યક્તિ ને એક સમાન જ આસન છે.કોઈ પણ નેતા હોય કે કલેકટર આજે પણ આ નાટક માં આ ચોક માં ઉચા આસને બેસી ના શકે. ભવાઈ ની શરૂઆત માં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે અને ચોક માં માતાજીની માંડવી પધરાવવામાં આવે છે ત્યારે પૌરાણિક વાદ્ય ભૂંગળ વગાડવામાં આવે છે,આમ પારંપરિક વાદ્યો સાથે માણેકચોકમાં ભવાઈ નાટક ભજવવામાં આવે છે,.અહી ભવાઈ નાટક રમતા લોકો સરકારી નોકરિયાત, બિજનેશમેન પણ છે, પરંતુ સહુ કોઈ માતાજીને રાજી કરવા માટે તેમને આપવામાં આવેલો વેશ કોઇપણ સેહ શરમ વિના ભજવે છે.

Untitled 16 ભંડારિયા ગામેની 300 વર્ષ જૂની પરંપરા, હિંદુ-મુસ્લિમ સાથે માતાજીની કરે છે આરતી

શ્રી ભંડારિયા બહુચરાજી મંદિર દ્વારા કોઇ દિવસ ફંડફાળો કે ઉઘરાણુ થતું નથી. નાટક દરમિયાન “વન્સ મોર” ને અહિયાં સ્થાન નથી.  મંદિરમાં ભુવા ડાક કે ધુણવા દેવામાં આવતા નથી .અહિં ગમે તેટલી મોટી ભેટ ધરનાર કોઇપણ વ્યક્તિની વ્યક્તિગત જય બોલાતી નથી. માત્ર ‘અંબે માતકી જય…’ એમ જ બોલાય છે. અને નાટકના અંતે માતાજી નો “મુજરો” (સ્તુતિ) કરવામાં આવે છે જેમાં સ્ત્રી પાત્ર ભજવનાર પુરુષો ઘુંઘટ તાણી અને મંદિરમાં માતાજીની સ્તુતિ કરે છે અને સહુ કોઈ સ્તુતિમાં ભાગ લે છે. આઠમનાં દિવસે માતાજીનો સ્વાંગ રચાય છે. આ પ્રસંગે માતાજીના દર્શનાર્થે ભાવિકોનો મેળો જામે છે.

આ પણ વાંચો: ગુજરાતીઓ છેલ્લા 27 વર્ષથી ભ્રષ્ટ ભાજપ સરકારથી કંટાળી ગયા છે, હવે તેઓ માત્ર પરિવર્તન ઈચ્છે છેઃ રાઘવ ચઢ્ઢા

આ પણ વાંચો:આકાશમાં ફાઇટર વિમાનોના કરતબ યોજાશે, શહેરીજનો માટે આ મોટો લ્હાવો,18મી થી ડિફેન્સ એક્સ્પો

આ પણ વાંચો:હળવદમાં સાત વર્ષના બાળકના અદભુત બેસણી રાસે ધૂમ મચાવી