- વિધાનસભાની ચુંટણી પહેલા કોંગ્રેસને ઝટકો
- કૉંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયાનું રાજીનામું
- વિધાનસભા અધ્યક્ષને સોંપ્યું રાજીનામું
- જૂનાગઢના વિસાવદરના ધારાસભ્ય છે રાબડીયા
- ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસને આંચકો
- હજુ કેટલાક ધારાસભ્યો લાઈનમાં હોવાની ચર્ચા
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝાટકો લાગ્યો છે. કોંગ્રેસના વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ રાજીનામુ આપી દીધું છે. વિધાનસભા ચૂંટણી પહેલા જ હર્ષદ રીબડીયાએ રાજીનામુ આપી દેતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યાં છે. આ સાથે રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે હર્ષદ રીબડીયા ભાજપમાં જોડાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે વિધાનસભા અધ્યક્ષે હર્ષદ રીબડીયાનું રાજીનામુ સ્વીકારી લીધું છે. સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર આગામી બે કે ત્રણ દિવસમાં હર્ષદ રીબડીયા ભાજપમાં જોડાઈ શકે છે. કોંગ્રેસના વધુ એક કે બે ધારાસભ્યોના રાજીનામાં પડી શકે એમ છે.
