@ભરત સુંદેશા, મંતવ્ય ન્યુઝ – બનાસકાંઠા
કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠા જીલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મંગળવારે બપોરના સમયે પાલનપુર અને દાંતીવાડા કોલોનીમાં ભૂકંપના આંચકા અનુભવાતાં રહીશો ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 39 કિલોમીટર દૂર નોંધાયુ છે.
બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુર અને દાંતીવાડા કોલોનીમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. આજે બપોરે પાલનપુરથી 39કિલોમીટર દૂર અમીરગઢના ગઢડા નજીક 2:59 વાગે જમીનથી 29.3 કિલોમીટર અંદર 2.3 ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાનું સામે આવ્યુ છે. કોરોનાકાળ વચ્ચે અચાનક ભૂકંપ આવતાં સ્થાનિકો સહિતનાઓમાં ડરનું વાતાવરણ જોવા મળ્યુ હતુ.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
