- નાના કપાયામાં શિક્ષક બન્યો હેવાન
- સગીરાને રિજલ્ટ સારું આપવાની લાલચ આપીને ગુજાર્યો બળાત્કાર
- સમાજ માટે શરમજનક બનાવ સામે આવ્યો
મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામે ગુરૂની ગરિમા લજવનાર શિક્ષક સામે બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. મુન્દ્રા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી પ્રમાણે નાના કપાયા ગામે આ બનાવ બન્યો હતો. અહીં રહેતી સગીરાને અદાણી સ્કૂલમાં અભ્યાસ કરાવતા શિક્ષક જય માવજી ઠક્કરે પરીક્ષામાં તેને ઉચું રિઝલ્ટ અપાવવાની લાલચ આપી હતી.
તેમજ પરીક્ષાની તૈયારી કરાવવાના બહાને આ સગીરાને ઘરે બોલાવી જય ઠક્કરે દાનત બગાડી હતી. અને સગીરા સાથે શરીર સબંધ બાંધી જાતિય હુમલો કર્યો હતો. ગત ઓકટોબર અને ડિસેમ્બર માસમાં આ બનાવને અંજામ અપાયો હતો. આરોપી શિક્ષકે સગીરા સાથે બદકામ કરી આ વાત કોઈને કહીશ તો સમાજમાં બદનામ કરવાની પણ ધમકી આપી હતી.
જેથી સગીરા ડરી ગઈ અને ઘરે પણ ગુમસુમ રહેતી હતી. બાદમાં સગીરાએ તેની માતાને સાચી હકિકત જણાવતા તેઓ દ્વારા આરોપી સામે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં પોકસો અને દુષ્કર્મ સહિતની કલમો તળે ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. મહત્વની બાબત એ છે કે, આરોપી જય ઠક્કરે સગીરા સાથે દુષ્કર્મ ગુજારી તેની પાસેથી સોનાના દાગીના પણ પડાવ્યા હતા. જેથી મુન્દ્રા પીઆઈ મીતેશ બારોટે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
Covid-19 cases / દિલ્હીમાં કોરોના કેસમાં મોટો ઉછાળો, 24 કલાકમાં 4 હજારથી વધુ કેસ આવ્યા સામે
Covid-19 / ગોવામાં નાઈટ કર્ફ્યુ લાગુ, મુંબઈમાં 31 જાન્યુઆરી સુધી 8મી સુધીના વર્ગો ઓનલાઈન, ક્યાં છે કેવા નિયંત્રણો આવો જાણીએ
National / ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ FB પોસ્ટ પર લખ્યું, -વધતા દરિયાઈ સ્તર તોફાન-પૂરથી ટાપુઓને ખતરો
