Ahmedabad News/ ચંડોળા તળાવ ડિમોલેશન મામલામાં લલ્લા બિહારીના પુત્ર ફતેહના 5 દિવસના રિમાન્ડ મંજૂર

લલ્લા બિહારીએ ચંડોળા તળાવ વિસ્તારમાં મિની બાંગ્લાદેશ ઊભું કર્યું હતું

Gujarat Ahmedabad

Ahmedabad News : ચંડોળા તળાવ ડિમોલિશન મામલામાં લલ્લા બિહારીના પુત્ર ફતેહને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જેમાં તના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.  કોર્ટે આરોપી ફતેહના 5 મે 2025 ,4:00 pm સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. માં ઘૂસણખોરોને આશરો આપવો, દેહ વેપાર તેમજ વ્યાજખોરી મામલે તેની સામે ફરિયાદ નોંધાઈ છે. તે સિવાય ગેરકાયદેસર વીજ જોડાણ મામલે પણ ક્રાઈમબ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદના ચંડોળા તળાવમાં બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે ચંડોળા તળાવ વિસ્તારના કુખ્યાત લલ્લા બિહારીની ધરપકડ કરી લીધી છે. લલ્લા બિહારી છેલ્લા ઘણા વર્ષોથી ચંડોળા તળાવ રહેતો હતો. લલ્લા બિહારીના દીકરા ફતેહ મોહમ્મદ પઠાણની પણ પોલીસે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. લલ્લા બિહારી ગેરકાયદે વસવાટ કરાવીને ભાડા પર મકાન ભાડે આપતો હતો. પિતા-પુત્ર બિહારથી ગેરકાયદે ભાડાનું નેટવર્ક શીખીને અમદાવાદ આવ્યા હતા.

લલ્લા બિહારીએ ચંડોળા તળાવ વિસ્તારમાં મિની બાંગ્લાદેશ ઊભું કર્યું હતું. પિતા-પુત્ર સરકારી જમીન પર મકાન બનાવીને ભાડે આપતા હતા. ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવણીમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી ફતેહ મોહમદને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવશે.ક્રાઇમ બ્રાન્ચના DCP અજિત રાજયણએ કહ્યું, “બે દિવસ પહેલા ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય આરોપી લલ્લા બિહાર અને તેમનો દીકરો ફતેહ મોહમ્મદ હતા.

ફતેહ મોહમ્મદની ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે, અને આજે સાંજે કોર્ટમાં હાજર કરવામાં આવશે, લાંબા સમયની રિમાન્ડની માંગ કરવામાં આવશે. ગેરકાયદે બનાવેલા મકાનોની ઝડતી કરતા સંવેદનશીલ દસ્તાવેજો પણ મળી આવ્યા છે.”AMCએ મીની બાંગ્લાદેશની જમીન દોસ્ત કરી છે. ચંડોળા તડાવ પર થયેલા 2 હજારથી વધુ મકાનો ઝુંપડા તોડ્યા છે. લલ્લા બિહારીના 150 ગેરકાયદે મકાનો તોડવામાં આવ્યા છે. LCBએ લલ્લા બિહારીના પુત્રની ધરપકડ કરી છે. અત્રે જણાવીએ કે, 7 એસ્ટેટ ટીમ બનાવી પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કાર્યવાહી કરાઈ છે.

અમદાવાદ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશને ચંડોળા તળાવ ખાતે ઐતિહાસિક ડિમોલિશન/અતિક્રમણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશનો હેતુ રાષ્ટ્રવિરોધી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે ઉખેડી નાખવાનો છે. નૈસર્ગિક તળાવ/તલાવને ડિમોલિશન કરીને અને નાશ કરીને બનાવેલા સલામત આશ્રયસ્થાનોને તોડી પાડવામાં આવ્યા છે. આ સરકારના દ્રઢ સંકલ્પને પુષ્ટિ આપે છે કે કોઈપણ પ્રકારની રાષ્ટ્રવિરોધી અથવા અસામાજિક પ્રવૃત્તિઓ સહન કરવામાં આવશે નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કાયદો-વ્યવસ્થાને લઈ ઉઠતા સવાલોથી અમદાવાદ પોલીસ કમિશ્નરની લાલ આંખ

આ પણ વાંચો:હાઈકોર્ટના ટ્રાફિક નિયમન આદેશ બાદ અમદાવાદ પોલીસ કમિશનરે બોલાવ્યો સપાટો: 440 પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની આંતરિક બદલી

આ પણ વાંચો:અમદાવાદ પોલીસ કમિશ્નરે 1543 પોલીસ કર્મચારીઓની કરી બદલી