Gandhinagar News/ આઠ હત્યા અને દુષ્કર્મ ઉપરાંત અનેક ગંભીર ગુનાઓ આચરનાર આંતરરાજ્ય સિરિયલ કિલરને ગુજરાત પોલીસે પકડ્યો, ૧૭૨ પોલીસ અધિકારી-કર્મચારીઓને રોકડ ઈનામ અપાયા

Gandhinagar News : વલસાડ જિલ્લાના પારડી ખાતે ૧૯ વર્ષીય દીકરી પર દુષ્કર્મ અને હત્યાની બનેલી ઘટના ખુબ જ કરૂણ અને વેદનાસભર છે. આ પ્રકારની ઘટના ક્યારેય કોઇ પણ રાજ્યમાં ન બને તેવી પ્રાર્થના કરી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઇને અનેક રાજ્યોમાં ૮ હત્યા સહિતના સંખ્યાબંધ ગુનાઓ આચરનાર ઝનુની, ક્રુર, નિર્દય અને અમાનુષી સિરિયલ કિલરને પકડી પાડનાર વલસાડ પોલીસ સહિત ગુજરાત રેલવે પોલીસ અને લાજપોર જેલ કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News :  ગુજરાતમાં બેખોફ બનેલા આંતરરાજ્ય સિરિયલ કિલરને પકડવામાં દિવસ-રાત એક કરી એક મજબુત ટીમ વર્ક સાથે ગણતરીના દિવસોમાં ગુનો ડિટેક્ટ કરી આ પ્રસંશનિય કામગરી બદલ ગાંધીનગર ખાતે મંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghavi) અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય(Vikas Sahay)ના હસ્તે ૧૭૨ પોલીસ અધિકારી-કર્મચારીશ્રીઓને રૂ.૧૨.૦૯ લાખના રોકડ ઈનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વન-પર્યાવરણ રાજ્ય મંત્રી અને વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી મુકેશ પટેલ(Mukesh Patel), રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય(Vikas Sahay), સુરત રેન્જ આઇ.જી.પી શ્રી પ્રેમવીર સિંઘ(Premvir singh) , સુરત ક્રાઇમ જોઇન્ટ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ(Raghendra Vats), વલસાડ જિલ્લા પોલીસ વડા શ્રી કરનરાજ વાઘેલા(Karanraj Vaghela) તેમજ ગુનાના ડિટેક્શનમાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવનાર પોલીસ અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghavi)એ કહ્યુ કે, ગુજરાત આજે પણ દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે, તેનો શ્રેય રાજ્યના નાગરીકો, ગુજરાત પોલીસ(Gujarat Police)  અને તમામ ફોર્સને જાય છે. ગુજરાતમાં કોઇ ગુનો બને ત્યારે તે ગુનાની ગંભીરતા સમજીને ગુજરાત પોલીસ મજબુત ટીમ વર્કથી ટેક્નોલોજીના ઉપયોગની સાથે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જે રીતે રાત-દિવસ એક કરીને ગણતરીના કલાકોમાં ગુનેગારો શોધી કાઢે છે તેના ઉપર મને ગર્વ છે. કર્ણાટક(Karnataka), પશ્ચિમ બંગાળ(West Bengal), આંધ્ર પ્રદેશ(Andhrapradesh), તેલંગાણા(telagana) અને ગુજરાત(Gujarat)માં મળી કુલ 6 ગુનાઓ આચર્યા હોવાની કબુલાત કરનાર આ સિરિયલ કિલરે વધુ બે હત્યાના ગુનાઓની કબુલાત પોલીસ પુછપરછ દરમિયાન કરી છે. દુષ્કર્મ અને હત્યા જેવા ગંભીર 8 ગુનાઓ ઉપરાંત આ ગુનેગારે ટ્રક ચોરી, આર્મ્સ એકટ, સરકારી નોકર પર હુમલો જેવા અન્ય 13 થી વધુ ગુનાઓ આચર્યા છે. જો ગુજરાત પોલીસે આ સિરિયલ કિલરને ના પકડ્યો હોત તો હજુ ક્યા ક્યા જઇને આ કિલર ગુનાઓ આચરતો તે કહેવુ અને અંદાજ લગાવવો પણ મુશ્કેલ હતો.

રાજ્યોમાં દીકરીઓને પીંખી નાંખીને હત્યા કરનાર આ ગુનેગાર જો પહેલા જ ગુનામાં પકડાઇ ગયો હોત કે તેને હ્યુમન ગ્રાઉન્ડ ઉપર જામીન ન મળ્યા હોત તો, આજે આપણી ગુજરાતના પારડી વિસ્તારની ૧૯ વર્ષીય દીકરી સુધી તે પહોંચી શક્યો ન હોત. આ ગુનેગારને ગુજરાતમાં જ ફાંસીની સજા થશે ત્યારે આ દીકરીના પરિવારને અને ગુજરાતના નાગરિકોને ન્યાય મળશે. ખુબ જ ટુંકા સમયમાં આ ગુનેગારની ચાર્જશીટ કરી તેને ફાંસીની સજા થાય તે રીતે સજ્જડ પુરાવાઓ જોડી કડક કાર્યવાહી કરવા વલસાડ પોલીસને સૂચના આપી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)  આ તમામ પોલીસ અધિકારી કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હોવાનો સંદેશો આપી મંત્રીશ્રીએ કહ્યુ કે, આ પ્રસંશનીય કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓ માટે આવેલી ઇનામની રકમની પ્રપોઝલને વાંચ્યા બાદ મુખ્યમંત્રી(CM)ના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે પોલીસ ટીમની મહેનતને બિરદાવતા આ ઇનામની રકમને બમણી કરી છે. જે અન્ય જિલ્લાઓના પોલીસ અધિકારી-કર્મચારીઓને કોઇપણ કેસ આ જ પ્રકારે ગંભીરતાથી તપાસ કરવા માટે પ્રેરણા પુરી પાડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત પોલીસને આ કામ બદલ મળ્યો પ્રતિષ્ઠીત પુરસ્કાર, ગૃહમંત્રીએ એનાયત કર્યો એવોર્ડ

આ પણ વાંચો: ગુજરાત પોલીસના 6 અધિકારીઓને પોલીસ મેડલ સન્માનિત, ગુન્હાઓની શ્રેષ્ઠ પોલીસ તપાસ કરનાર અધિકારીઓને એવોર્ડ, એકલન્સ ઈન પોલીસ ઇન્વેસ્ટીગેશન 2023 માટે પસંદગી, ગુજરાતના 6 પોલીસ અધિકારીઓની થઈ પસંદગી. કેન્દ્રીય ગૃહ

આ પણ વાંચો: ગુજરાતના બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ એવોર્ડ, 12 પોલીસ અધિકારીઓને પોલીસ મેડલ,ગણતંત્રના દિવસે થશે સન્માનિત