ભાવનગરમાં ગત તા.4 ના રોજ એક કોરોના પોઝિટિવ સગીર કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ઘટનાથી ચકચાર મચી છે.એક મહિલા અને તેનો 14 વર્ષીય પુત્ર કે જે સુરત થી ભાવનગર પોતાના પિતાને ત્યાં આવ્યા હતા અને માતા પુત્ર બંન્ને પોઝિટિવ આવતા તેમને સર.ટી.હોસ્પિટલના કેન્સર વિભાગમાં કાર્યરત કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા.જેમાં તેમના 14 વર્ષીય પુત્ર ને 70% જેટલી રિકવરી આવતા તેને ત્યાંથી ખસેડી ગર્લ્સ સમરસ હોસ્ટેલના એક રૂમમાં રાખવામાં આવ્યો હતો.
જ્યાં આ કિશોર સાથે કોરોનાની સારવાર કરવાના બહાને માસ્ક પહેરીને આવેલા કોઈ ઇસમે તેને સારવાર કરવી છે તેમ કહી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા તેની માતએ મામલે યોગ્ય તપાસ અને ન્યાયની માંગ કરી રહી છે.
ભાવનગરની ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં રહેલા કોરોના પોઝિટિવ 14 વર્ષીય કિશોર સાથે ભર બપોરે ડોકટર ના પહેરવેશ માં આવેલ એક માસ્ક ધારી ઇસમે કોરોના ની સારવારના બહાને કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધ ના કૃત્ય ની કરેલી કોશિશ અને જેમાં કૃત્ય આચારનાર ઇસમે કિશોર ને ધમકાવી અને આ બાબતે કોઈને પણ ન કહેવા કહ્યું હતું.પરંતુ સાંજે આ કિશોરે જાણ કરતા માતા હેબતાઈ ગઈ હતી.
આ અંગે ની જાણ તાકીદે કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીને પણ કરી હોવાનું આ મહિલાએ જણાવ્યું હતું. જ્યારે પોલીસ કન્ટ્રોલ પર બે દિવસ સુધી કોઈ ફોન ન ઉપાડતા અંતે વકીલ મારફતે આ ઘટનામાં પોલીસ ફરિયાદ દાખલ કરી તેમના બાળક સાથે થયેલ કૃત્ય અંગે દોષિત ને ઝડપી પાડી ન્યાયની માંગ કરી રહી છે.
સમરસ ગર્લ્સ હોસ્ટેલ માં ધોળા દિવસે બપોરે સારવાર ના બહાને સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય એ અતિ ગંભીર બાબત છે.અહીં કેટલી લોકો ની સલામતી છે તેનો અંદાજ અહીંથી લગાવી શકાય છે.અહીં સીસીટીવી કેમેરા છે છતાં નહિ બરોબર એટલે કે શરૂ છે કે કેમ તે જીવું રહ્યું.
જ્યારે માસ્ક પહેરેલ હોય બાળક આ કૃત્ય કરનાર ને ઓળખી નથી શક્યો ત્યારે હવે આ ઘટનામાં પોલીસ કોઈ કાર્યવાહી કરે તેવી માંગ માતા કરી રહી છે. જેથી આવનારા સમય માં કોઈ યુવતી કે મહિલા આવી ઘટના થી બચી શકે.આ બનાવ ના તાકીદે તપાસ જરૂરી છે.જે અંગે કિશોર ની માતાએ આરોગ્ય મંત્રી,મુખ્યમંત્રી સહિતના લોકો પાસે આ બનાવ અંગે ન્યાય ની માંગ કરી છે.
અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યુઝ , ભાવનગર
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
