સ્કોર્પીન ક્લાસની ત્રીજી સબમરીન કરંજને બુધવારે મંડગાવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (એમડીએલ) દ્વારા લોન્ચ કરવામાં આવી છે. પ્રોજેક્ટ ૭૫ના પ્રોગ્રામ મુજબ એમડીએલ દ્વારા બનાવવામાં આવી રહેલી ૬ સબમરીનમાંથી ત્રીજી છે. આ શ્રેણીની પહેલી સબમરીન આઇએનએસ કલવરી ગત વર્ષે ૧૪ ડિસેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવી હતી. જયારે ખાંદેરી સબમરીનને આ પહેલા લોન્ચ કરવામાં આવી હતી જેનું દરિયામાં ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે.
Indian Navy launches 'Karanj' the third Scorpene class submarine built at Mumbai's Mazagon Dock Shipbuilders Limited (MDL) pic.twitter.com/Ux7ELHvyQJ
— ANI (@ANI) January 31, 2018
સ્કોર્પીન ક્લાસની પવનડુબ્બી ભારતીય નેવી માટે પ્રાથમિક જરૂરિયાતો માની એક છે. જયારે ચીનની નેવી હિંદ મહાસાગરમાં પોતાની ગતિવિધિઓ વધારી રહ્યા હોય છે ત્યારે આ સબમરીન ખુબ ઉપયોગી નીવડે છે. “મેક ઇન ઇન્ડિયા” હેઠળ તૈયાર થયેલી આ સબમરીનના લોન્ચિંગ પ્રસંગે નેવી ચીફ સુનીલ લાંબા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
સ્વદેશી તકનીકી હેઠળ તૈયાર થયેલી કરંજની આ છે મુખ્ય વાતો,
- સ્કોર્પીન ક્લાસની કરંજ સબમરીન એક મેક ઇન ઇન્ડિયાના ભાગરૂપે તૈયાર કરવામાં આવી છે. આ સબમરીનમાં લગાડવામાં આવેલા અત્યાઆધુનિક ફીચર્સના કારણે પોતાના દુશ્મનને શોધીને અચૂક નિશાન શાધી શકે છે. કરંજ સબમરીન ૬૭.૫ મીટર લાંબી,૧૨.૩ મીટર ઉંચી અને ૧૫૬૫ ટન વજનની છે.
- કરંજ ટોરપીડો અને એનરી શીપ મિસાઈલ દ્વારા પણ હુમલો કરી શકે છે. યુદ્ધ જેવી કપરી સ્તિથિમાં આ સબમરીન તમામ અડચણોથી સુરક્ષિત અને દુશ્મનોને ચકમો આપીને બહાર નીકળી શકે છે.
- આ સબમરીનનો ઉપયોગ તમામ પ્રકારના વોરફેયર, એન્ટી- સબમરીન વોરફેયર અને ઇન્ટેલિજન્સના કામ માટે પણ તે ઉપયોગી નીવડી શકે છે.
- કરંજની સૌથી મોટી ખાસિયત એ છે કે, આ સબમરીન કોઈ પણ રડારમાં આવતી નથી. આ ઉપરાંત તે જમીન પર પણ સહેલાઈથી હુમલો કરી શકે છે.
- આ સબમરીનમાં ઓક્સિજન પૂરો થઇ જવાની સ્તિથીમાં તે ઓક્સિજન બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ કારણે તે લાંબા સમય સુધી પાણીમાં રહી શકે છે.
- આ સબમરીનને ફ્રાંસની ટેકનીક પર તૈયાર કરવામાં આવી છે. ફ્રાંસની ડીસીએનએસમાં આ સબમરીન બનવવા માટે સહયોગ કર્યો છે.
- આ સબમરીનને એ પ્રકારે ડિઝાઇન કરવામાં આવી છે કે તે કોઈ પણ જંગની વિપરીત પરીસ્થિતિમાં પણ તે સેના માટે ઉપયોગી બની શકે.
- કરંજમાં અચૂક હથિયારોનો ઉપયોગ કરતા તે દુશ્મનો પર મોટો હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.
