Not Set/ કોરોના વાયરસ બન્યો ઘાતક, અત્યાર સુધીમાં 106 લોકોની મોત

ચીનમાં જીવલેણ કોરોના વાયરસથી મૃત્યુઆંક વધીને 106 થઈ ગયો છે અને સોમવારે રાજધાની બીજિંગમાં વાયરસનાં કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. બીજિંગમાં કોરોના વાયરસને કારણે મોતનો આ પહેલો કેસ છે. ચીનમાં 2,700 થી વધુ લોકો આ વાયરસથી પ્રભાવિત છે અને લગભગ 1300 નવા કેસોની ઓળખ થઈ રહી છે. ચીનનાં વડા પ્રધાન લી ક્વિંગ સોમવારે સૌથી […]

Top Stories World

ચીનમાં જીવલેણ કોરોના વાયરસથી મૃત્યુઆંક વધીને 106 થઈ ગયો છે અને સોમવારે રાજધાની બીજિંગમાં વાયરસનાં કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. બીજિંગમાં કોરોના વાયરસને કારણે મોતનો આ પહેલો કેસ છે. ચીનમાં 2,700 થી વધુ લોકો આ વાયરસથી પ્રભાવિત છે અને લગભગ 1300 નવા કેસોની ઓળખ થઈ રહી છે. ચીનનાં વડા પ્રધાન લી ક્વિંગ સોમવારે સૌથી ખરાબ અસરગ્રસ્ત વુહાન શહેર પહોંચ્યા હતા. પ્રથમ વખત કોઈ પણ ટોચનાં નેતા આ શહેરમાં પહોંચ્યા છે, જેને કોરોના વાયરસનું કેન્દ્ર ગણવામાં આવી રહ્યું છે.

બીજિંગનાં આરોગ્ય પંચે કહ્યું કે, અહીં કોરોના વાયરસને કારણે 50 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. તે 8 મી જાન્યુઆરીએ વુહાન ગયા હતા અને ત્યાંથી પરત ફર્યા બાદ તેમને તાવ આવ્યો હતો. તેમની શ્વસનતંત્રએ કામ કરવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે સોમવારે તેમનું મોત નીપજ્યું હતું. ચાઇના ડેઇલીનાં સમાચાર અનુસાર, એવા અહેવાલ પ્રાપ્ત થયા છે કે આ રોગચાળાને રોકવા અને તેનાથી બચાવવા માટે કરવામાં આવતા કામની દેખરેખ માટે વુહાનમાં ટીમને મોકલવામાં આવી છે. તેઓ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (સીપીસી) નાં તે ઉચ્ચ સશક્ત જૂથનાં અધિકારીઓનું નેતૃત્વ કરી રહ્યા છે જે વાયરસનાં ફેલાવા સામે લડવાનાં યુદ્ધ પર કામ કરી રહ્યા છે. ચીનનાં રાષ્ટ્રીય આરોગ્ય આયોગે જણાવ્યું હતું કે સારવાર લઈ રહેલા લોકોમાંથી 461 દર્દીઓની હાલત ગંભીર છે. આ વાયરસને સત્તાવાર રીતે 2019-NCOV કહેવામાં આવે છે. રાજ્યની ન્યૂઝ એજન્સી શિન્હુઆએ કમિશનને ટાંકીને જણાવ્યું છે કે સારવાર બાદ 51 લોકોની હાલતમાં સુધારો થયો છે. આ ઉપરાંત કુલ 5,794 લોકો શંકાસ્પદ દર્દીઓ છે.

https://twitter.com/ANI/status/1221965551351652352?s=20

કમિશને કહ્યું કે કુલ 32,799 લોકો મળી આવ્યા છે જેઓ આ કોરોના વાયરસથી પીડિત લોકોનાં સંપર્કમાં હતા. તેમાંથી 30,453 લોકોને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે જ્યારે 583 લોકોને રવિવારે રજા આપવામાં આવી છે. તિબેટ સિવાય ચીનનાં લગભગ તમામ પ્રાંતોમાં કોરોનાવાયરસ ચેપ હોવાના કિસ્સા સામે આવ્યા છે. પરિસ્થિતિને જોતા ચીનમાં નવા વર્ષની રજાને વધુ ત્રણ દિવસ વધારી દેવામાં આવી છે જેથી લોકો તેમના ઘરની બહાર નીકળવાનું ટાળી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.