Gandhinagar News/ જાન્યુઆરી મહિનાનો રાજ્ય સ્વાગત તા. 22મી જાન્યુઆરી, ગુરૂવારે યોજાશે

State Reception દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવે છે.

Gujarat Gandhinagar
State Reception

Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં રાજ્ય સ્વાગત (State Reception) ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત જાન્યુઆરી-2026નો રાજ્ય સ્વાગત ગુરૂવાર તા.22મી જાન્યુઆરીએ યોજવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત (State Reception)ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.

તદઅનુસાર જાન્યુઆરી-2026ના રાજ્ય સ્વાગત (State Reception)કાર્યક્રમ માટેની રજૂઆતો નાગરિકો ગુરૂવાર, તા. 22મી જાન્યુઆરીના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.

મુખ્યમંત્રી ગુરૂવારે બપોર બાદ આ રાજ્ય સ્વાગત માં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની આવેલી રજૂઆતો સાંભળશે.


આ પણ વાંચો: નાતાલની રજા હોવાથી ડિસેમ્બર-2025નો રાજ્ય સ્વાગત બુધવારે યોજાશે

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર-2025ના રાજ્ય સ્વાગતમાં જનફરિયાદોનું નિવારણ કર્યું

આ પણ વાંચો: જિલ્લા કક્ષાએ નાગરિકોની રજુઆતોના નિરાકરણ માટે મુખ્યમંત્રીના રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાકિદ