Gandhinagar News/ નાતાલની રજા હોવાથી ડિસેમ્બર-2025નો રાજ્ય સ્વાગત બુધવારે યોજાશે

નાતાલ (Christmas)ની રજા ગુરૂવારે હોવાથી મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો સ્વાગત બુધવારે .ોજાશે

Gujarat Gandhinagar
Christmas

Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ડિસેમ્બર-2025નો રાજ્ય સ્વાગત બુધવાર તા.24 ડિસેમ્બરે યોજવામાં આવશે.નાતાલ(Christmas)ની જાહેર રજાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નાતાલ(Christmas)ની જાહેર રજાને લઈને ફેરફાર કરાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.ડિસેમ્બર મહિનાના ચોથા ગુરુવાર તા. 25 ડિસેમ્બરે નાતાલ  (Christmas)ની જાહેર રજાને અનુલક્ષીને ડિસેમ્બર-2025નો રાજ્ય સ્વાગત આ વખતે બુધવાર, તા. 24 ડિસેમ્બરે યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો બુધવાર, તા. 24મી ડિસેમ્બરેના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.મુખ્યમંત્રી બુધવારે બપોર બાદ આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની આવેલી રજૂઆતો સાંભળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચાહકોના હકારાત્મક સ્વાગત બાદ, ભીડમાં નિધિ અગ્રવાલ સાથે અસ્વીકાર્ય વર્તન

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 3 વર્ષ પૂર્ણ,સ્વાગત પોર્ટલથી 1.69 લાખ ફરિયાદોનું સફળ નિવારણ કરાયું

આ પણ વાંચો: સ્વાગત ઓનલાઇન, ટેકનોલોજીના માધ્યમથી લોકસમસ્યાનો ઉકેલ