Breaking News: ગુજરાત સરકારના વર્ગ 3 અને 4 ના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં ફિક્સ પગાર વર્ગ 3 અને 4 ના કર્મચારીઓને વધારાના કામ માટે ચાર્જ એલાઉન્સ મળશે. નાણા વિભાગે આ અંગે માહિતી આપતો પરિપત્ર બહાર પાડ્યો છે.
ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશન છેલ્લા કેટલાક મહિનાઓથી આ મુદ્દા પર સરકારનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે, જેના પગલે નાણા વિભાગે તાજેતરમાં એક આદેશમાં સ્પષ્ટતા કરી છે કે 20 ઓક્ટોબર, 2021 પછી નિયુક્ત થયેલા અને હાલમાં ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓને વધારાની જવાબદારીઓ સોંપવામાં આવે તો તેમને પણ 10% ચાર્જ એલાઉન્સ આપવામાં આવશે.
હજારો ફિક્સ પગાર કર્મચારીઓને સીધી નાણાકીય રાહત
પહેલાં, આ લાભ ફક્ત કાયમી અથવા નિયમિત કર્મચારીઓને જ મળતો હતો, જેના કારણે ઘણા વર્ગ-3 કર્મચારીઓ સાથે અન્યાય થતો હોવાની ફરિયાદો ઉઠી હતી. નાણા વિભાગે તમામ વિભાગો અને જિલ્લા કચેરીઓને તાત્કાલિક આ આદેશનો અમલ કરવા નિર્દેશ આપ્યો છે. આ સરકારના નિર્ણયથી રાજ્યના હજારો ફિક્સ પગાર કર્મચારીઓને સીધી નાણાકીય રાહત મળશે અને કામનો ઉત્સાહ વધશે તેવી અપેક્ષા છે.
પડતર માંગણીઓ પર નિર્ણય અપેક્ષિત: કર્મચારી સંગઠન
આ નિર્ણયથી ફિક્સ પગાર કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. એસોસિએશનના જણાવ્યા મુજબ, સરકાર બાકી રહેલી પડતર માંગણીઓ પર ટૂંક સમયમાં નિર્ણય લેશે.
આ પણ વાંચો:ફિક્સ પગારની સમયમર્યાદામાં ઘટાડો થાય તેવી સંભાવના
આ પણ વાંચો:ફિક્સ પગાર મેળવતા શિક્ષકોના પગારમાં રૂા.5થી11000 સુધીનો વધારો
આ પણ વાંચો:ફિક્સ પગાર મેળવતા રાજ્યના તમામ કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો
