Jamnagara News : જામનગર નજીક એક કારમાંથી રૂ. 2,15,800 ની કિંમતના અંગ્રેજી તથા દેશી દારૂના જથ્થા સાથે એક આરોપી પકડાયો છે. જામનગર શહેરના છેવાડે ઠેબા ચોકડી નજીકથી LCB પોલીસે દારૂ ભરેલી મોટરકારને ઝડપી પાડી હતી. તેમાંથી 120 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ તથા 650 લીટર દેશી દારૂ સાથે મોટર કબજા સહિત એક આરોપીને ઝડપી લીધો હતો. જ્યારે દારૂ મંગાવનાર અને સપ્લાયર સહિત અન્ય 3 આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
જામનગર પોલીસની LCB શાખા PI વી. એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ LCB ના PSI પી.એન.મોરી તથા PSI સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન LCB સ્ટાફને મળેલ ખાનગી બાતમીના આધારે જામનગર શહેરમાં ઠેબા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. ક્રેટા મોટરમા પસાર થતા રાજુ કરશનભાઈ કોડીયાતર (ઉ.વ.19, રહે. ધીંગેશ્વર મહાદેવના મંદિર પાસે રાણપર ગામ, તા.ભાણવડ જિ.દેવભુમી દ્વારકા) ની GJ18BF0451 ને આંતરીને તેની તલાશી લેતાં તેમાંથી ઇંગ્લીશ દારૂની રૂ.85,800 ની કિંમતની 120 નંગ અંગ્રેજી દારૂની બોટલ તથા રૂ.1,30,000 ની કિંમતનો 650 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતાં પોલીસે દારૂ સાથે રાજૂ કોડિયાતરને ઝડપી લીધો હતો. આ ઉપરાંત પોલીસે એક મોબાઇલ ફોન ૮ લાખની કિંમત ની કાર દારૂ વગેરે મળી કુલ રૂ.10,20,800 નો મુદામાલ કબ્જે લીધો હતો.
ઇંગ્લિશ દારૂનો જથ્થો કાનાભાઈ જશાભાઈ કોડીયાતર. ( રહે.ધરામણી નેશ રાણપર ગામથી 5 કી.મી. આગળ તા.ભાણવાડ જિ.દેવભુમી દ્વારકા)એ સપ્લાય કર્યો હતો. તથા સુદાભાઈ બાઘાભાઈ કોડીયાતર (રહે. વીજરાણી નેશ રાણપર ગામથી ૩ કિ.મી. આગળ તા.ભાણવાડ જિ.દેવભુમી દ્વારકા (દેશી દારૂ મોકલનાર) અને સુરેશભાઇ ઉર્ફ સુરીયો વિજયભાઈ કોળી (દારૂ મંગાવનાર, રહે. સુભાષપાર્ક શેરી નં-૩ જામનગરવાળા) ને ફરાર જાહેર કરાયા છે, જેને પોલીસ શોધી રહી છે.
@ સાગર સંઘાણી
આ પણ વાંચો:IIFA એવોર્ડ 2025: ‘લાપતા લેડીઝ’ 10 પુરસ્કારો જીત્યા, શ્રેષ્ઠ અભિનેતા કાર્તિક આર્યન
આ પણ વાંચો:અનુરાગ કશ્યપે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી છોડયૂં, કહ્યું ‘બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ટોક્સિક બની ગયું છે’
આ પણ વાંચો:પ્રિયંકાની ‘અનુજા’ ફિલ્મ ચુકી ગઈ ઓસ્કાર, પરંતુ DNEGએ અપાવ્યો એવોર્ડ