Vadodara Heavy Rain/ વરસાદને કારણે આ જીલ્લામાં રહેશે શાળાઓ બંધ

સ્માર્ટ સિટી વડોદરામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. શહેરના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના તમામ મુખ્ય માર્ગો તેમજ સોસાયટીઓના રસ્તાઓ જાણે નદીમાં ફેરવાયા હોય તેવું લાગી રહ્યું છે.

Top Stories Gujarat

રાજ્યમાં છેલ્લા બે કલાકમાં 132 તાલુકામાં વરસાદ વરસ્યો છે તેમજ  વડોદરાના ડભોઈમાં 2 ઈંચ વરસાદ મહિસાગરના કડાણામાં 2 ઈંચ વરસાદ,આણંદના ખંભાતમાં 1.5 ઈંચ,વડોદરાના વાગોડીયામાં 1.5 ઈંચ,વડોદરામાં 1.5 ઈંચ અને નવસારીના ચીખલીમાં 1 ઈંચ વરસાદ વરસી ચુક્યો છે. ત્યારે વડોદરા શહેરમાં વરસાદે માજા મૂકી છે. ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ વિસ્તાર બાદ વરસાદે વડોદરા શહેર અને જિલ્લામાં જોરદાર બેટિંગ કરવાનું શરુ કર્યું છે.એક તરફ  ગણતરીના કલાકોમાં વડોદરા પાણીમાં ગરકાવ થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ આવતીકાલે વડોદરા શહેરમાં શાળા,કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

જી હા…સ્માર્ટ સિટી વડોદરામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. શહેરના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના તમામ મુખ્ય માર્ગો તેમજ સોસાયટીઓના રસ્તાઓ જાણે નદીમાં ફેરવાયા હોય તેવું લાગી રહ્યું છે. લોકોના ઘરોમાં ગંદા પાણી ઘૂસી જતા  લોકોને  મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો  GIDCના કર્મચારીઓને કલેક્ટર દ્વારા ઘરે પહોંચવા અપીલ કરી છે. આ સિવાય ઇમર્જન્સી કંટ્રોલ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

No description available.

અનરાધાર  વરસાદને કારણે કારેલીબાગ વિસ્તાર બેટમાં ફેરવાયો છે તો  કારેલી બાગ વિસ્તારના શ્રીજી પાર્ક, આવકાર, આકાશદીપ સોસાયટીઓ પાણીમાં તરબોળ થઇ ગયા છે.

No description available.

શહેરના માંડવી લહેરીપુરા, આજવા રોડ, વાઘોડિયા રોડ, તરસાલી, ગોત્રી, સેવાસી, માંજલપુર, સહિતના તમામ વિસ્તારોમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હોય તેવું લાગી રહ્યું છે.. ભારે વરસાદના કારણે નાના-મોટા અનેક વેપારીઓ પોતાના વેપારની દુકાનો બંધ કરીને ઘરે આવવા રવાના થયા છે.આ સિવાય  રેસકોર્સ સર્કલ પાસે શોરૂમના બેઝમેન્ટમાં પણ પાણી ભરાયા છે.જેના કારણે અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નેપાળ વિમાન દુર્ઘટનાઃ વિમાનમાં સવાર 19માંથી 18ના મોત, અકસ્માતમાં બચી ગયેલા પાયલટની તસવીર સામે આવી 

 આ પણ વાંચો:અભિષેક બેનર્જીના ખુલ્લા પડકાર બાદ લોકસભામાં હંગામો, TMC સાંસદોની સ્પીકર સાથે અથડામણ

આ પણ વાંચો:શું બચ્ચન અને ગાંધી પરિવાર ફરી નજીક આવી રહ્યો છે? આ રીતે જયા સંસદ સંકુલમાં સોનિયાને મળી,જોવા મળ્યું અદ્ભુત બોન્ડિંગ