Gandhinagar News/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વનવાસી વિદ્યાર્થીઓ પ્રત્યે અનોખી સંવેદના, સંવાદ-મુલાકાત કરી

વનવાસી વિદ્યાર્થી (forest student) ઓ માટે મુખ્યમંત્રી સાથેની મુલાકાત યાદગાર સંભારણું બની

Gujarat Gandhinagar
forest student

Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વનવાસી વિદ્યાર્થીઓ (forest student) પ્રત્યે સંવેદના દાખવીને ડાંગના બાળકો સાથે ખાસ સમય ફાળવીને ગાંધીનગરમાં મુલાકાત કરી હતી.

વનવાસી વિદ્યાર્થીઓ (forest student) શૈક્ષણિક પ્રવાસ દરમિયાન ગાંધીનગર આવ્યા હતા

ડાંગ જિલ્લાના માલેગામની શાળાના શિક્ષકો સહિત 150થી વધુ વનવાસી વિદ્યાર્થીઓ (forest student) શૈક્ષણિક પ્રવાસ દરમિયાન ગાંધીનગર આવ્યા હતા ત્યારે મુખ્યમંત્રી સાથેની તેમની આ સહજ મુલાકાત આદિજાતિ વિદ્યાર્થીઓ માટે યાદગાર સંભારણું બની હતી.

વનવાસી વિદ્યાર્થીઓ (forest student) શૈક્ષણિક પ્રવાસ દરમિયાન ગાંધીનગર આવ્યા હતા

મુખ્યમંત્રીએ આ વનવાસી વિદ્યાર્થીઓ (forest student) પાસેથી તેમને અભ્યાસ માટે મળી રહેલી અદ્યતન સુવિધાઓની વિગતો પણ જાણી હતી.સાંસદ ગોવિંદ ધોળકીયાના ટ્રસ્ટીપણા હેઠળ સંચાલિત પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા ડાંગ જિલ્લાના માલેગામમાં વનવાસી વિદ્યાર્થીઓ (forest student) માટે સર્વાંગી શિક્ષણ અને વિકાસનો અનોખો સેવાયજ્ઞ ચાલે છે.

વનવાસી વિદ્યાર્થીઓ (forest student) પાસેથી તેમને અભ્યાસ માટે મળી રહેલી અદ્યતન સુવિધાઓની વિગતો પણ જાણી

પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા 2002થી શરૂ થયેલા સંતોકબા ધોળકીયા વિદ્યામંદિરમાં ડાંગ જિલ્લાના 142 અંતરિયાળ ગામોના 400થી વધુ બાળકો આ નિવાસી શાળામાં અભ્યાસનો લાભ મેળવી રહ્યાં છે.

આ શાળામાં ભણીને આ વર્ષે 1 વિદ્યાર્થી આઈ.આઈ.ટી દિલ્હીમાં અને 2 વિદ્યાર્થીઓ આઈ.આઈ.ટી રૂડકી અને ગોવામાં છે. અગાઉ 182 એન્જિનીયર્સ, 22 ડોક્ટર્સ, 36 શિક્ષકો અને 65 જેટલા વિદ્યાર્થીઓએ પેરામેડિકલ અભ્યાસનો લાભ મેળવ્યો છે તેની વિગતોથી પણ મુખ્યમંત્રી પ્રભાવિત થયા હતા.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, સંસ્થાના અગ્રણી  પી. પી. સ્વામી તથા શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ શાળાના વિદ્યાર્થીઓને મળશે 50 હજાર રૂપિયા

આ પણ વાંચો:  શાળા પ્રવેશોત્સવની ઉજવણી દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલે ડાંગના ગામની શાળામાં 127 બાળકોનો કરાવ્યો પ્રવેશ

આ પણ વાંચો:  સમગ્ર રાજ્યમાં આજથી 21મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ