Ahmdabad News: રાજયભરમાં ભારે વરસાદ પડતા જ લીલા શાકભાજીની (Green Vegetables)આવક ઓછી થઈ છે જેના લીધે શાકભાજીના ભાવોમાં પણ કિલોએ 40થી 60 રૂપિયા સુધીનો વધારો થયો છે. જ્યારે કોથમીર 32 રૂપિયા કિલો મળતી હતી તે હાલમાં પ્રશ્વિમ વિસ્તારમાં 60 રૂપિયા કિલોના ભાવે મળે છે.
આ ઉપરાંત 50 રૂપિયાની મેથી કિલોના 240 રૂપિયા, 50 રૂપિયા કિલો પાલક 240 રૂપિયા અને 60 રૂપિયા કિલોનો ફુદીનો 160 રૂપિયે કિલો મળી રહ્યો છે. મરચા 20 રૂપિયા કિલો હતા તે અત્યારે 80 રૂપિયા કિલો મળી રહ્યા છે. બટાકા અને ડુંગળીના ભાવોમાં વધારો થઈ ગયો છે. બટાકા 48 રૂપિયા કિલો અને ડુંગળી 52 રૂપિયા કિલો મળી રહી છે.
કંકોડા 240 રૂપિયે, ગવાર 120 રૂપિયે, સરગવો 160 રૂપિયે, ટીંડોળા 110 રૂપિયે, લીંબુ 160 રૂપિયે, ફણસી 130 રૂપિયે, વટાણા 140 રૂપિયે, કારેલા 110 રૂપિયે કિલો છે. આ ઉપરાં ફલાવર 95 રૂપિયે, ભીંડા 80 રૂપિયે, દેશી કાકડી 90 રૂપિયે કિલો છે.
રાજ્યમાં પડેલા ભારે વરસાદે ગ્રામીણ વિસ્તારોના શહેરોને જોડતા અનેક માર્ગો ધોઈ નાખતા શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ગ્રામીણ વિસ્તારોમાં શાકભાજીઓ સડી રહી છે અને ભારે વરસાદના લીધે રસ્તાઓ ગળાડૂબ થતાં તેઓ તેને શહેરોમાં લઈ જઈ શકતા નથી. બીજી બાજુએ શહેરોમાં લોકોએ શાકભાજીના પુરવઠાના અભાવે શાકભાજીના ત્રણથી ચાર ગણા ભાવ ચૂકવવા પડી રહ્યા છે. શાકભાજીના ઊંચા ભાવના લીધે લોકો સ્તબ્ધ થઈ ગયા છે. હાલમાં કેટલાય લોકોએ તેના લીધે રીતસરનો કઠોળ પર મારો ચલાવ્યો છે. લોકોને વિશ્વાસ છે કે થોડો સમય પછી વરસાદ થંભી જતા ભાવ આપમેળે નીચા આવશે.
આ પણ વાંચો: શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને
આ પણ વાંચો: શાકભાજીના ભાવ તળીયે પહોંચ્યા,ખેડૂતોને નથી મળી રહ્યા શાકભાજીના ભાવ
આ પણ વાંચો: જુલાઈ કરતા ઓગસ્ટ મહિનામાં શાકભાજીના ભાવ 40થી 50 ટકા વધ્યો
