Surat News: કુપોષિત બાળકોન મુહ નો કોળિયો છીનવાયો, ધાત્રી માતાઓના હકની દાળ બજારમાં વેચાય છે. સુરતના ગોતાલાવાડીમાં આવેલી આંગણવાડી માંથી મળતી ચણાની દાળનું 50 રૂપિયામાં વેચાણ થતા હોબાળો મચ્યો છે.સમગ્ર મામલો સામે આવતા જાગૃત નાગરિકો દ્વારા વહીવટી તંત્રને જાણ કરાઇ, ગોટાળો લાગતા તંત્ર એ પણ તપાસ શરૂ કરી છે
આમ તો આંગણવાડી દ્વારા કુપોષિત બાળકો અને ધાત્રી માતાઓને નિઃશુલ્ક ચણાની દાળનું પેકેટ્સ આપવામાં આવે છે પરંતુ તેમના હક નું અનાજ બજાર માં વેચાતું હોવાની જાણ થતા જાગૃત નાગરિક દ્વારા સુરત શહેર મેયર સહિત આંગણવાડીના બની બેઠેલા સાહેબોને ફરિયાદ કરવામાં આવી હતી. રબારી છે કે ફરિયાદ મળ્યા બાદ તંત્ર દ્વારા તપાસ શરૂ કરાય કારણ કે ફરિયાદ હતી જાગૃત નાગરિકની હવે એમાં અધિકારી ઓની સંતવણી છે કે પછી ખરેખર પાલિકા જાણીને પણ અજાણ બની રહી છે.તે પણ એક તપાસ નો વિષય છે.
ગરીબોના હક ના અનાજ ની કમાણી થઈ રહી છે,રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને શ્રમિક પરિવારોનાં બાળકો અને ધાત્રી માતાઓનાં પોષણ તથા તેમના સારા સ્વાસ્થ્ય માટે આંગણવાડી થકી ચણાની દાળથી માંડીને જુદા જુદા ખાદ્ય સામગ્રીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. ખાસ કરીને કુપોષણથી પીડાતા બાળકો માટે આ યોજના મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. જો કે, આ બાળકો સાથે અન્યાય થઈ રહ્યો હોવાનું આજે જાણવા મળતા સુરત શહેરનાં ગોતાલાવાડી વિસ્તારમાં આંગણવાડી દ્વારા વિતરણ કરવામાં આવેલ ચણાની દાળનાં પેકેટ્સ નજીકમાં જ આવેલ એક કરિયાણાની દુકાનમાં 50 રૂપિયામાં વેચાઈ રહ્યા હોવાનું જાણવા મળતા હડકમ મચી ગયો હતો.જો કે બાળકો નો હક જતા જોઈ જાગૃત મહિલાએ કરિયાણાની દુકાનમાંથી ૫૦ રૂપિયામાં ચણાની દાળનું પેકેટ્સ વેચાય છે કે કેમ તે અંગે આંગણવાડીમાં પણ તપાસ હાથ ધરી હતી. જેમાં આંગણવાડી માંથી લાભાર્થીઓને પેકેટ્સનું વિતરણ કરી દેવામાં આવ્યા બાદ તેઓએ જ બજારમાં આ રીતે વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળતા તત્કાલિક મનપા તંત્ર ને જાણ કરવામાં આવી હતી.
આખરે જાગૃત મહિલાની ફરિયાદને પગલે વહીવટી તંત્ર એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ તાત્કાલિક તપાસ હાથ ધરતાં લાભાર્થીઓ દ્વારા જ ચણાની દાળનાં પેકેટ્સનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ તત્કાલિક તપાસ બેસાડવામાં આવી, આ પેકેટ શા માટે લાભાર્થીઓ વેચી દે છે? શું ખરેખર પેકેટમાં રહેલી ચણાની દાળ વાપરવા લાયક નથી હોતી ? કે પછી પૈસાની લહાઈ માં આ દાળ વેચી નાખવામાં આવે છે કે પછી કોઈ અધિકારીની સંડોવણી છે કે કેમ આ તમામ અંગે અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:ઉધનાની આંગણવાડીમાં રાત્રે જામે છે દારૂની મહેફિલ
આ પણ વાંચો:પાટડી નગરપાલિકાની આંગણવાડીના ભાડામાં ચાલે છે ભ્રષ્ટાચાર
આ પણ વાંચો:સુરતમાં 4 વર્ષના બાળકનું હડકવાથી મોત, દોઢ મહિના પહેલાં કરડ્યું હતું શ્વાન
