Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ શિક્ષિકાને બદનામ કરવા ફેક એકાઉન્ટ બનાવનાર સગીર વિદ્યાર્થીની ધરપકડ

અમદાવાદ: સ્કૂલમાં ઠપકો આપનાર શિક્ષિકા (ટીચર) સામે બદલો લેવા માટે ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ શિક્ષિકાના નામે ઈન્સ્ટાગ્રામ પર ‘રીના સેક્સી ભાભી’ના નામે ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. આ એકાઉન્ટ દ્વારા અન્ય લોકોને અશ્લીલ મેસેજ મોક્લો હતો. જો કે આ અંગેની ફરિયાદ થતાં આખરે આ સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ […]

September 5, 2018September 5, 2018harshjit jani
Ahmedabad Gujarat
Fake account created for defame the teacher, police arrest to Minor student

અમદાવાદ: સ્કૂલમાં ઠપકો આપનાર શિક્ષિકા (ટીચર) સામે બદલો લેવા માટે ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ શિક્ષિકાના નામે ઈન્સ્ટાગ્રામ પર ‘રીના સેક્સી ભાભી’ના નામે ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. આ એકાઉન્ટ દ્વારા અન્ય લોકોને અશ્લીલ મેસેજ મોક્લો હતો. જો કે આ અંગેની ફરિયાદ થતાં આખરે આ સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારની એક પ્રતિષ્ઠિત સ્કૂલના શિક્ષિકાના નામે કેટલાક દિવસથી સોશિયલ મિડિયામાં ઈન્સ્ટાગ્રામ ઉપર તેમના નામે લોકોને મેસેજ મોકલવામાં આવતા હતા. સામાન્ય રીતે સોશિયલ મિડિયાથી દૂર રહેનારા શિક્ષિકાને તેમના મિત્રો અને સંબંધીઓએ તેમના થકી આવી રહેલા મેસેજ બાબતે પૂછતાં તેઓ ચોંકી ઉઠયા હતા. આ અંગે શિક્ષિકા દ્વારા તપાસ કરતા ખબર પડી હતી કે, કોઈ વ્યક્તિએ તેમના નામનો ઉપયોગ કરી બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું છે.

આ બાબત ખુલતા શિક્ષિકાએ આ અંગે સાઈબર ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ડૉ. રાજદીપસિંહ ઝાલાને મળી આ મામલે રજૂઆત કરી યોગ્ય તપાસની માંગણી કરી હતી. જેના અંતર્ગત ડીસીપી ડૉ. ઝાલાએ તાત્કાલિક આરોપીને શોધવા માટેની કાર્યવાહી પી.આઈ. જે. એસ. ગેડમને સોંપવામાં આવી હતી.

આ મામલે પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં ટેક્નિકલ એનાલિસિસને અંતે એવું બહાર આવ્યું હતું કે, આ શિક્ષિકાએ તેના એક વિદ્યાર્થીને અભ્યાસમાં ધ્યાન નહીં આપવા બદલ તેમજ વર્ગરૂમમાં તોફાન કરવા બદલ ઠપકો આપીને ખખડાવ્યો હતો. આ બાબતના કારણે સગીર વિદ્યાર્થીએ શિક્ષિકાને બદનામ કરવાના ઈરાદે ઈન્સ્ટાગ્રામ પર બોગસ એકાઉન્ટ બનાવ્યું હતું.

આ મામલે પોલીસે સગીરના વાલીઓને આ અંગે જાણ કરી સગીરને ડિટેઈન કરી પૂછપરછ કરી હતી. આ પૂછપરછમાં તેણે પોતે શિક્ષિકાને હેરાન પરેશાન કરવા માટે અને સમાજમાં શિક્ષિકાની આબરૂ જાય તેવા બદઈરાદાથી આ કૃત્ય કર્યાની કબૂલાત કરી હતી. જોકે પોલીસે આ વિદ્યાર્થી સગીરવયનો હોવાથી તેને ચેતવણી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Post navigation

પાસ સમિતિની સરકારને ચીમકી : પાટણમાં શાળા-કોલેજમાં બંધનું એલાન
શિક્ષકદિને રાજ્યપાલ અને સીએમે કર્યું શિક્ષકોનું સન્માન

More Posts

પોલીસનો મોટો રેડ:નશીલા cough syrup સાથે શખ્સ પકડાયો

Ahmedabad News/ અમદાવાદમાં નશાના કારોબાર પર પોલીસનો પ્રહાર, 317 કફ સીરપ બોટલ સાથે આરોપી ઝડપાયો

April 5, 2026Maya Sindhav
ઘાસચારો

બનાસકાંઠા/ પશુપાલકો મુશ્કેલીમાં, પાણીની અછત વચ્ચે સૂકા ઘાસચારાનાં ડબલ ભાવ….

February 5, 2022Nita vagh

Gandhinagar News/ CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

June 5, 2025June 5, 2025Komal Patel

Mehsana News/ વિસનગરમાં કબૂતરબાજ એજન્ટોએ ન્યુઝીલેન્ડ વર્ક પરમિટ વિઝાના નામે લાખો લોકો સાથે છેતરપિંડી કરી

September 10, 2025September 10, 2025Panara Mansi

Ahmedabad News/ અમદાવાદ : PIની પિસ્ટલ ઝૂ્ટવવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં ગોળી વાગી

September 12, 2025Nikunj Patel
Surat Accident: સિંગર ટેસ્ટ ડ્રાઇવ પર નીકળ્યો ને મર્સિડીઝને મારી ટક્કર, CCTVમાં કેદ થયો અકસ્માત

Surat News/ ટેસ્ટ ડ્રાઇવમાં સિંગરે મર્સિડીઝને મારી ટક્કર, CCTVમાં અકસ્માત કેદ

August 27, 2026August 27, 2026Maya Sindhav

Not Set/ કોવીડ-૧૯ની ગાઈડલાઈનની તકેદારી સાથે રાજકોટના બાગ-બગીચા જન્માષ્ટમી પર ખુલ્લા રહેશે

August 26, 2021Bhavini vasani
Collector

Narmada News/ 75 લાખ કોણે માગ્યા? નર્મદામાં તોડકાંડ મુદ્દે કલેક્ટર કચેરીએ રાજકીય ઘમાસાણ

December 26, 2025Kinjal Pradipkumar Patel

Bharuch News/ ભાજપના સાસંદ મનસુખ વસાવા ભાજપના નેતાઓ સામે લાલઘૂમ,ચૈતર વસાવા મુદ્દે ધારાસભ્યો ન બોલતા સાંસદ અકળાયા

August 25, 2025Nikunj Patel

Gujarat News/ સ્ટેટ GST વિભાગની ફટાકડા વિક્રેતાઓ સામે કાર્યવાહી, 4.33 કરોડની કરચોરીનો થયો પર્દાફાશ

October 12, 2025October 12, 2025Panara Mansi
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy