Surat News/ સુરતમાં 5 વર્ષનું બાળક બન્યું શ્વાનોના ટોળાનો ભોગ, કર્યો જીવલેણ હુમલો

સુરત શહેરના સચિન વિસ્તારમાં  4 થી 5 શ્વાનોના ટોળાએ 5 વર્ષના બાળક પર ક્રૂર હુમલો કર્યો છે. આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News:સુરત શહેરમાં ફરી એકવાર એક પાંચ વર્ષનું બાળક શ્વાનોનું ભોગ બન્યું છે. સુરત શહેરના સચિન વિસ્તારમાં  4 થી 5 શ્વાનોના ટોળાએ 5 વર્ષના બાળક પર ક્રૂર હુમલો કર્યો છે. આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે.માહિતી અનુસાર પાંચથી સાત શ્વાનો બાળકને ખેંચીને લઈ ગયા હતા અને તેના આખા શરીર પર બટકા ભર્યા હતા. છોકરાને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને તેના માથામાં ગંભીર ઈજાઓ થઈ છે.

બાળક તેના પિતા સાથે બહાર ગયો હતો અને રમી રહ્યો હતો ત્યારે શ્વાનોનાનું ટોળું આવ્યું  આવ્યો અને  તેના પર હુમલો કર્યો. બાળકને માથામાં વધુ ઈજા થઈ છે. શ્વાનોએ એ છોકરાના શરીરના અન્ય ભાગોએ પણ બટકા ભર્યા છે. સુરત શહેરમાં રખડતા શ્વાનોના હુમલાના બનાવો વધી રહ્યા છે, અને ઘણા નિર્દોષ બાળકો શ્વાનોનો ભોગ બન્યા છે.

શુક્રવારે 22 ડિસેમ્બરે અમદાવાદ શહેરના હીરાબાગ ક્રોસિંગ અને શારદા મંદિર રોડ પાસે એક જ દિવસમાં પાંચથી વધુ લોકો પર શ્વાનના હુમલાથી ચકચાર મચી ગઈ છે. એક ઘટનામાં, પીજીમાં રહેતા એક યુવાન પર શ્વાનના હુમલાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

અહેવાલો અનુસાર, અમદાવાદ (Ahmedabad) શહેરમાં બાળકો અને વૃદ્ધો સહિત લોકો પર શ્વાનના હુમલા વધી રહ્યા છે. હીરાબાગ સહિતના વિસ્તારોમાં પાંચથી વધુ લોકોને શ્વાન કરડ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ભય ફેલાયો છે.

શહેરના શારદા મંદિર રોડ પર એક યુવાન પર શ્વાનના હુમલાના CCTV ફૂટેજ વાયરલ થયા છે. વીડિયોમાં જોવા મળે છે કે કૂતરો અચાનક યુવાનની નજીક આવી રહ્યો છે જ્યારે તે પોતાની કાર પાર્ક કરવા જાય છે, તેના પર હુમલો કરે છે અને તેનો પગ કરડે છે. એક વ્યક્તિ તેને બચાવવા દોડી આવે છે.

બીજી ઘટનામાં, પાલડીના સુખીપુરામાં લીફ મિલ પેપર લઈને જતા એક વ્યક્તિ પર શ્વાનએ હુમલો કર્યો હતો અને ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારબાદ તે વ્યક્તિ સારવાર માટે હોસ્પિટલમાં ગયો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ રખડતા શ્વાનોને પકડવા માટે દેખાતી નથી. રખડતા શ્વાનનોનો ત્રાસ વધતાં, સ્થાનિકોએ અધિકારીઓને તેમને પકડવા માટે કાર્યવાહી કરવાની માંગ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જેતપુરના દેરડી ધારમાં રખડતા શ્વાનોનો આતંક, 4 વર્ષીય માસૂમ બાળકી પર હુમલો

આ પણ વાંચો:કુતિયાણામાં ચાર હિસક શ્વાનોએ બે માસમા બાળક પર હુમલો કરતા કમકમાટીભર્યું મોત, પરપ્રાંતીય શ્રમિક પરિવારમાં અરેરાટી વ્યાપી

આ પણ વાંચો:ત્રણ શ્વાનોએ આઠ વર્ષના બાળક પર કર્યો હુમલો, માંડ માંડ બચ્યો જીવ