Rajkot News/ જેતપુરના દેરડી ધારમાં રખડતા શ્વાનોનો આતંક, 4 વર્ષીય માસૂમ બાળકી પર હુમલો

આ ઘટનાથી આજુબાજુના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો. ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક જેતપુરની નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી, જ્યાં તેની હાલત ગંભીર પરંતુ સ્થિર હોવાનું જણાવવામાં આવે છે.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News:રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુર તાલુકાના દેરડી આવાસ યોજના વિસ્તારમાં રખડતા શ્વાનોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ વિસ્તારમાં રહેતા નાગરિકો માટે રખડતા શ્વાનોનો ઉપદ્રવ હવે ગંભીર સમસ્યા બની રહ્યો છે. તાજેતરમાં એક હૃદયદ્રાવક ઘટનામાં, રખડતા શ્વાને ચાર વર્ષની માસૂમ બાળકી ઈશુ પરમાર પર હુમલો કરી તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી હતી.

જેતપુરના દેરડી આવાસ યોજના વિસ્તારમાં રમી રહેલી 4 વર્ષીય ઈશુ પરમાર નામની બાળકી પર રખડતા શ્વાને અચાનક હુમલો કર્યો. શ્વાને બાળકીના ગળાના ભાગે બચકાં ભર્યાં, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ. આ ઘટનાથી આજુબાજુના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો. ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક જેતપુરની નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી, જ્યાં તેની હાલત ગંભીર પરંતુ સ્થિર હોવાનું જણાવવામાં આવે છે.

દેરડી આવાસ યોજના વિસ્તારમાં લગભગ એક હજારથી વધુ આવાસો આવેલા છે, જ્યાં હજારો લોકો રહે છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે રખડતા શ્વાનોની સંખ્યા અને તેમનો ઉપદ્રવ દિવસેને દિવસે વધી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Rajkot News/મંતવ્ય ન્યૂઝની મહેનત રંગ લાવી! રાજકોટ પોલીસનું ધ્યાન દોરતા દીકરીઓને સાસરે વળાવી

આ પણ વાંચો: Rajkot News/રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસ મામલે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું

આ પણ વાંચો: રાજકોટમાં અંધશ્રદ્ધાનો વધુ એક વીડિયો વાયરલ, સિવિલના ઇમરજન્સી વોર્ડ પાસે મહિલા જાહેરમાં ધૂણી, જાહેરમાં ધુણતી મહિલાને જોઈ લોકો એકઠા થયા, કેટલીક મહિલાઓ તો સવાલો પણ