Not Set/ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ ગુમાવવાનાં કારણે બસ ખીણમાં પડી, 33 લોકોનાં થયા મોત

જમ્મુ-કાશ્મીરનાં કિશ્તવાડ જિલ્લાનાં કેવાસન વિસ્તારમાં સોમવાર સવારે એક મિની બસ ખીણમાં પડી જતા તેમા સવાર થયેલા 33 લોકોનાં મોત થયા હોવાનું સામે આવી રહ્યુ છે. ઉપરાંત ઘાયલોની સંખ્યા 22 હોવાનુ પણ સામે આવ્યુ છે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર આ મિની બસ કેશવનથી કિશ્તવાડ તરફ જઇ […]

Top Stories India

જમ્મુ-કાશ્મીરનાં કિશ્તવાડ જિલ્લાનાં કેવાસન વિસ્તારમાં સોમવાર સવારે એક મિની બસ ખીણમાં પડી જતા તેમા સવાર થયેલા 33 લોકોનાં મોત થયા હોવાનું સામે આવી રહ્યુ છે. ઉપરાંત ઘાયલોની સંખ્યા 22 હોવાનુ પણ સામે આવ્યુ છે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર આ મિની બસ કેશવનથી કિશ્તવાડ તરફ જઇ રહી હતી. ઘટનાસ્થળે હાજર સ્થાનિકોનું કહેવુ છે કે, બસ ઓવર લોડેડ હતી, જેના કારણે તે પોતાનું સંતુલન રાખી શકી નહોતી.

જે વિસ્તારમાં આ દુર્ઘટના બની તે જમ્મુથી લગભગ 23 કિલોમીટર દૂર છે. આ દુર્ઘટનાં સવારે 7.50 મિનિટે કિશ્તવાડનાં કેવાસન વિસ્તારમાં થયો હતો. દુર્ઘટના પર જાણકારી આપતા એક સ્થાનિકે કહ્યુ કે, આ દુર્ઘટનામાં લગભગ 33 લોકોની મોત થઇ ગઇ છે, જ્યારે ઘણા ઘાયલ થઇ ગયા છે. ઘાયલોમાં પાંચની હાલત અતિ ગંભીર છે. સ્થાનિકોનું કહેવુ છે કે, આ મિની બસ ખીણમાં પડી જતા લોકોની બૂમો અને ચીખો દૂર સુધી સંભળાઇ હતી. સ્થાનિકોને જ્યારે જાણ થઇ ત્યારે તે સૌથી પહેલા મદદ કરવા માટે પહોચી ગયા હતા. તેમણે આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને જિલ્લા હોસ્પિટલમાં ભરતી કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.