સંયુક્ત અરબ અમીરાતની રાણી હયા બિંત અલ હુસૈન પોતાના બે બાળકો અને 271 કરોડ રૂપિયાની સાથે અચાનક ગાયબ થઇ ગઇ છે. તે ક્યા ગયા છે તે વિશે હજુ સુધી કોઇ જાણકારી સામે આવી નથી હયા જોર્ડન કે શાહ અબ્દુલ્લાની સાવકી બહેન છે, તેના લગ્ન દુબઈનાં અરબપતિ શાસક શેખ મુહમ્મદ બિન રાશિદ અલ મકતૂમથી થયા હતા. તે શેખ મુહમ્મદની છઠ્ઠી પત્નિ છે. શેખ મુહમ્મદ યુએઈનાં ઉપરાષ્ય્રપતિ અને વડાપ્રધાન છે. સાથે તે દુનિયાનાં સૌથી ધનિક લોકોમાં એક છે.
મીડિયામાં આવી રહેલા સમાચારની માનીએ તો હયા પોતાના પતિ શેખ મુહમ્મદથી છુટાછેડા ઇચ્છી રહી છે. સુત્રોનું કહેવુ છે કે, તેની પત્નિ હયા દુબઈથી પહેલા જર્મની ગઇ હતી જ્યા તેની સાથે તેની દિકરી જલીલા અને દિકરો જાયેદ છે. હયાની પાસે હાલનાં સમયમાં એક નવુ જીવન શરૂઆત કરવા માટે પૂરતી સંપત્તિ છે. ઘર છોડ્યા પહેલા હયા પોતાની સાથે પૂરતી માત્રામાં ધન લઇને નીકળી છે. સુત્રો કહે છે કે, હયાએ અહી જર્મન સરકાર પાસે રાજનીતિક શરણ પણ માંગી હતી.
આપને જણાવી દઇએ કે, હયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી હોય છે. પરંતુ છેલ્લે 20 મે બાદ તે સોશિયલ મીડિયા પર પણ સક્રિય હોય તેવુ જોવામાં આવ્યુ નથી. હયાએ બ્રિટેનનાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી અભ્યાસ મેળવ્યો છે. તે સોશિયલ મીડિયા પર સતત સામાજિક કાર્યોથી જોડાયેલા ફોટો અને સ્ટોરીઝ શેર કરતી રહેતી હતી. અરબની મીડિયાએ સુત્રો મુજબ તે પણ કહેવામાં આવી રહ્યુ છે કે જર્મન અધિકારીઓએ હયાને પરત કરવા માટે શેખ મુહમ્મદ બિન રાશિદ અલ મકતૂમનાં અનુરોધને ફગાવી દીધો છે. જેના કારણે બંન્ને દેશોની વચ્ચે કૂટનીતિક સંકટ પણ થઇ શરૂ થઇ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
