Not Set/ સાયબર ક્રાઈમમાં ફેક ફેસબુક આઈડી મામલો, લંડનમાં રહેતી માસીનું ફેક આઈડી બનાવ્યું

અમદાવાદ, કેટલીક વાર નાની-નાની બાબતોના કારણે થયેલું દુ:ખ વ્યક્તિને અપરાધ કરવા માટે પ્રેરી દેતું હોય છે. આવું જ કંઇક બન્યુ છે આ કિસ્સામાં. જેમાં અમદાવાદ સાયબર ક્રાઈમએ ફેસબુક આઇડી માં જુદાજુદા પ્રોફાઇલ બનાવી બિભત્સ મેસેજ કરતા આરોપીને રાજકોટથી ઝડપી પાડ્યો હતો. ગીરીશ લક્ષ્મણભાઈ પ્રજાપતિ આ આરોપીને પોલીસે રાજકોટના રૈયા રોડ પાસે આવેલા કનૈયા ચોક પાસેથી […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

કેટલીક વાર નાની-નાની બાબતોના કારણે થયેલું દુ:ખ વ્યક્તિને અપરાધ કરવા માટે પ્રેરી દેતું હોય છે. આવું જ કંઇક બન્યુ છે આ કિસ્સામાં. જેમાં અમદાવાદ સાયબર ક્રાઈમએ ફેસબુક આઇડી માં જુદાજુદા પ્રોફાઇલ બનાવી બિભત્સ મેસેજ કરતા આરોપીને રાજકોટથી ઝડપી પાડ્યો હતો.

ગીરીશ લક્ષ્મણભાઈ પ્રજાપતિ આ આરોપીને પોલીસે રાજકોટના રૈયા રોડ પાસે આવેલા કનૈયા ચોક પાસેથી ઝડપી પાડ્યો છે. અશોકે કરેલા અપરાધની વાત કરીએ તો તેણે પોતાની જ કૌટુંબિક માસીને બદનામ કરવા માટેનું કાવતરું ઘડ્યું હતું.

જેના માટે તેણે ફેસબુક આઇડી પર જુદી જુદી ફેક પ્રોફાઇલ બનાવી અને બાદમાં સાયબરક્રાઈમને અંજામ આપવાનું શરૂ કર્યું. લંડનમાં રહેતી પોતાની માસીને બદનામ કરવા માટે તેના નામના ફેક ફેસબુક આઇડી બનાવ્યા અને તેમાં વિડિયો ફોટા અને ચેટિંગ કરવા લાગ્યો. આ બાબતની જાણ થતાં તેના માસીએ અમદાવાદ શહેરમાં ફરિયાદ નોંધાવી અને આખરે આ આરોપી પોલીસના સકંજામા આવી ગયો.

સાઇબર ક્રાઇમ ગિરીશે કરેલા અપરાધનો પર્દાફાશ કરવા તપાસ કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે બહાર આવ્યું હતું કે માસીના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી આરોપી ગીરીશ પ્રજાપતિ તેના સગા સંબંધી અને મિત્રોને વીડિયો મોકલતો હતો અને ચેટિંગ કરતો હતો.

જે બાબતની ફરિયાદ બાદ સાયબર સેલ દ્વારા તપાસ કાર્યવાહી હાથધરીને ટેકનીકલ એનાલીસીસ અને આઈપી લોગ મેળવીને આરોપીની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે.

આરોપી પ્રાથમિક પૂછપરછમાં મનદુઃખના કારણે તેણે પોતાના માસીને બદનામ કરવા માટે આ કાવતરું ઘડી હોવાનું બહાર આવ્યુ છે. પરંતુ તેમ છતા હકીકતના મૂળ સુધી પહોંચવા સાયબર સેલ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.