Cold Wave in Kutch Naliya: ગુજરાતમાં અત્યારે હાડ થીજાવતી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારત તરફથી આવતા બરફીલા પવનોને કારણે સમગ્ર રાજ્ય ઠૂંઠવાયું છે, પરંતુ સરહદી જિલ્લા કચ્છમાં તો જાણે કાશ્મીર જેવો માહોલ સર્જાયો છે. આજે રવિવારે (11 જાન્યુઆરી) કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન ગગડીને 3.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે આ સિઝનનું સૌથી નીચું તાપમાન છે.
નલિયામાં બરફની ચાદર: અદભૂત પણ કાતિલ દ્રશ્યો
Cold Wave ની અસર એટલી પ્રચંડ છે કે વહેલી સવારે નલિયા અને આસપાસના અબડાસા પંથકમાં કુદરતનું અલગ જ રૂપ જોવા મળ્યું હતું. ઘરની બહાર પાર્ક કરેલી કાર, બાઈક અને ખેતરોમાં ઉભેલા પાક પર બરફના સફેદ થર જામી ગયા હતા. તો બીજીતરફ પ્રવાસીઓ માટે આ દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

ગુજરાતના અન્ય શહેરોમાં પણ સિંગલ ડિજિટ તાપમાન
માત્ર નલિયા જ નહીં, પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના શહેરોમાં પણ પારો સિંગલ ડિજિટમાં પહોંચી ગયો છે.
નલિયા:8 ડિગ્રી (સૌથી ઠંડુ)
અમરેલી:6 ડિગ્રી
રાજકોટ:9 ડિગ્રી
ભુજ:0 ડિગ્રી
ગાંધીનગર:5 ડિગ્રી
જનજીવન પર અસર અને હવામાન વિભાગની આગાહી
કાતિલ ઠંડીના કારણે રાત્રે 8 વાગ્યા પછી રસ્તાઓ સૂમસામ લાગે છે. લોકો ઠંડીથી બચવા માટે તાપણાં અને ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે. હવામાન વિભાગ (IMD) મુજબ, આગામી 48 સૌરાષ્ટ્ર અને કચ્છમાં ‘કોલ્ડ વેવ’ની સ્થિતિ યથાવત્ રહેશે. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થઈ રહી હોવાથી હજુ પણ ઠંડા પવનો ફૂંકાવાની પૂરેપૂરી શક્યતા છે.
આ પણ વાંચો: ઉત્તર ભારતમાં ભારે ઠંડીનો કહેર, પંજાબમાં પારો 1.1 ડિગ્રી સુધી ગગડ્યો
આ પણ વાંચો: ઉત્તર ભારતમાં કડકડટી ઠંડી,ગાઢ ધુમ્મસ, દિલ્હી, પંજાબ, યુપીમાં જનજીવન પ્રભાવિત
આ પણ વાંચો: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો પ્રકોપ, નલિયામાં 4.8°C સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન
