નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કછોલી ગામમાં રહેતી આદિવાસી સમાજની દિકરી ધર્મિષ્ઠાની ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલિસ ફોર્સમાં પસંદગી થઇ છે.ત્યારે ધર્મિષ્ઠાના પરિવારમાં ખુ:શી માહોલ સર્જાયો હતો.ધર્મિષ્ઠાના પિતા પાકિસ્તાનની જેલમાં કેદ છે. તેના પિતા માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને પાકિસ્તાનની સરહદમાં માછીમારી કરવા જતા પકડાઈ ગયા હતા.ધર્મિષ્ઠા હાલ તેના માતા અને ભાઇ સાથે રહે છે ત્યારે ધર્મિષ્ઠાને મળેલી સફળતાના લીધે સમગ્ર આદિવાસી સમાજમાં ઉત્સાહનો માહોલ છે.
દેશના સૈન્યની એક ખુબ જ કઠિન શાખા ITBP એટલે કે ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલિસ ફોર્સમાં ગુજરાતમાંથી પસંદગી પામેલ 3 પૈકીની 1 એવી દેશદાઝથી ભરેલી આદિવાસી સમાજની દિકરી ધર્મિષ્ઠા નાયકા છે. દીકરીના અર્થાત પ્રયત્ન થકી એમણે આજે આ મુકામ સિદ્ધ કર્યું છે.ધર્મિષ્ઠાબેન એમના માતા અને ભાઈ સાથે રહે છે એમના પિતા માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને પાકિસ્તાનની સરહદમાં માછીમારી કરવા જતા પકડાઈ જતા તેઓ હજી સુધી છૂટી શક્યા નથી પરંતુ મનમાં કંઈ કરવાની ઈચ્છા અને દેશપ્રેમે આ દીકરીને આજે ટોચના શિખર પર પહોંચાડી દીધી છે.
ધર્મિષ્ઠાબેનના માતા એ છૂટક મજૂરી કરે છે અને મજૂરી કરીને દીકરીને ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરાવ્યો ત્યારબાદ ધર્મિષ્ઠાબેન ને જાતે જ પોતાની જવાબદારીઓ ઉપાડી અને ચીકુની વાડીમાં છૂટક મજૂરી કરીને સાથે સાથે એમણે મિલિટરીમાં જવાનું નક્કી કર્યું. પરંતુ પૂરતા પૈસા ન હોવાના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો પરંતુ એના મામાના સહયોગથી એમણે દરેક પરીક્ષાઓ પૂર્ણ કરી અને સારા નંબરે પાસ કરી આજે તેઓ ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલિસ ફોર્સમાં સિલેક્ટ થયા છે.
ગણદેવી તાલુકાના કછોલી ગામની આ દીકરીનુ દેશ સેવા કરવા માટેનું સપનું સાકાર થયું છે.ઇન્ડિયન તિબેટ બોર્ડર પોલીસમાં તાલીમાર્થી તરીકે ધર્મિષ્ઠા ની પસંદગી થતા પરિવાર અને ગ્રામજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ધર્મિષ્ઠાબેન પાસે તૈયારીઓ કરવા કોઈ આધુનિક સાધનો ઉપલબ્ધ નથી. તેઓ ગામમાં આવેલા મેદાનમાં અને મુખ્ય રસ્તા ઉપર પ્રેક્ટિસ કરતા હતા. આ પરીક્ષાની તૈયારી માટે તેઓ બે વર્ષ સુધી ખૂબ મહેનત કરી અને ગાંધીનગર ખાતે યોજાયેલી પરીક્ષામાં પાસ થતાં હવે એને ટ્રેનિંગ હરિયાણા ખાતે આવી છે.
રાષ્ટ્ર હિતની વાત બોલવામાં સારી લાગે પણ જ્યારે રાષ્ટ્ર માટે કંઈ કરી છૂટવાનું આવે ત્યારે ભલભલાના હાજા ગગડી જાય છે પરંતુ અડગ મનના માનવીને હિમાલય નડતો નથી એ ઉક્તિ નવસારીના કછોલી ગામની આદિવાસી યુવતી ધર્મિષ્ઠા નાયકાને લાગુ પડે છે.
આ પણ વાંચો:લેબગ્રોન ડાયમંડના રફના ભાવમાં થતો આટલા ટકાનો ઘટાડો, વેપારીઓ થયા ચિંતિત
આ પણ વાંચો:ગતિશક્તિ યુનિવર્સિટીમાં આ વસ્તુનો ઉપયોગ કરીને બનાવાઈ રહ્યું છે પ્લાસ્ટો ફ્યુલ, છે કઈંક ખાસ
આ પણ વાંચો:સચિન વિસ્તારમાં 16 વર્ષીય કિશોરીએ કર્યો આપઘાત, કારણ જાણીને તમે પણ રહી જશો દંગ
