Gujarat News: 12 ડિસેમ્બર, 2025 ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્વિતીય કાર્યકાળને 3 વર્ષ પૂર્ણ થયા. આ ત્રણ વર્ષમાં મુખ્યમંત્રી સ્વાગત પોર્ટલના એક લાખ પાંસઠ હજારથી જનફરિયાદનું નિરાકરણ આવ્યું છે. જોઈએ કેટલાક ઉદાહરણ ઉપરોક્ત માહિતીમાં જણાવવામાં આવ્યા છે.
સ્વાગત પોર્ટલથી જનફરિયાદ નિવારણનું વિશ્વસનીય પ્લેટફોર્મ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2003 માં સ્વાગત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ ગુજરાતનું અગ્રણી ફરિયાદ નિવારણ પ્લેટફોર્મ બની ચૂક્યું છે. આ પ્લેટફોર્મ નાગરિકોને તેમની ફરિયાદ સીધા મુખ્યમંત્રી અને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડવા અને તેનું પારદર્શક સમાધાન મેળવવાની તક આપે છે.
ટેકનોલોજી અને સંવેદનશીલતાનું અનોખું સંયોજન
આ પોર્ટલ વીડિયો કોન્ફરન્સિંગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજ્ય સ્તરથી લઈને ગામ સ્તર સુધીના કેસોનો નિકાલ કરે છે અને લોકો તેમજ વહીવટીતંત્ર વચ્ચે એક અનોખો સેતુ રચે છે.
ત્રણ વર્ષમાં ઐતિહાસિક આંકડા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, છેલ્લા ત્રણ વર્ષોમાં આ પોર્ટલ પર કેસ 1,70,284 ફરિયાદ, રજૂઆત મળી હતી, જેમાંથી 1,69,331 ફરિયાદોનું સફળતાપૂર્વક નિરાકરણ કરવામાં આવ્યું હતું.
અમરેલીની અંબાબેન બન્યા આશાનો નવો દીવો
અમરેલી જિલ્લાના લૂણીધાર ગામના 80 વર્ષીય અંબાબેનને તેમના પતિના નિધન પછી વૃદ્ધાવસ્થા પેન્શનની જરૂર હતી. ઘણા પ્રયાસો છતાં તેમને મદદ મળી ન હતી. જ્યારે તેમણે ‘સ્વાગત પોર્ટલ’ દ્વારા ફરિયાદ નોંધાવી, ત્યારે થોડા જ દિવસોમાં તેમને ₹49,000 પેન્શન મળી ગયું.
ચાર દાયકાનો જમીન વિવાદ એક મહિનામાં ઉકેલાયો
તેવી જ રીતે, અમદાવાદના શ્રીકાંત સોમચંદ ભાવસારનો જમીન વિવાદ લગભગ ચાર દાયકાથી અટવાયેલો હતો. ‘સ્વાગત પોર્ટલ’ પર ફરિયાદ નોંધાવ્યા પછી, સમસ્યા ઝડપથી ઉકેલાઈ ગઈ અને તેમને એક મહિનામાં જમીનનો માલિકી હક મળી ગયો.
નાગરિકો અને પ્રશાસન વચ્ચે વિશ્વાસનું બંધન
આવા અનેક કિસ્સાઓ દર્શાવે છે કે સ્વાગત પોર્ટલ માત્ર ફરિયાદ નોંધાવવાનું સાધન નથી, પરંતુ નાગરિકોને ન્યાય અપાવતું સક્રિય મંચ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સ્વાગત પોર્ટલે રાજ્યના વહીવટીતંત્રને વધુ જવાબદાર, સંવેદનશીલ અને જનકેન્દ્રિત બનાવ્યું છે.
સ્વાગત પોર્ટલે નાગરિકો અને વહીવટીતંત્ર વચ્ચે વિશ્વાસનો પુલ બનાવ્યો
ગુજરાતમાં નાગરિકોની ફરિયાદોને દૂર કરવા માટે સ્વાગત પોર્ટલ સતત પ્રભાવશાળી રહ્યું છે. આ સફળતા દર્શાવે છે કે સ્વાગત પોર્ટલે નાગરિકો અને વહીવટીતંત્ર વચ્ચે વિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સ્વાગત પોર્ટલ આગામી સમયમાં પણ જનફરિયાદ નિવારણનું મજબૂત સ્તંભ બની રહેશે. ન્યાય, પારદર્શિતા અને ઝડપી સમાધાનની આ વ્યવસ્થા ગુજરાતના “લોકકલ્યાણકારી શાસન”નું ઉત્તમ ઉદાહરણ બની છે.
આ પણ વાંચોઃગુજરાત સરકારે ગ્રામજનો માટે લીધો મોટો નિર્ણય, 67 પ્રકારના પ્રમાણપત્ર પંચાયત કાઢી આપશે
આ પણ વાંચોઃભારતીય વણકરોને કેવી રીતે મળશે વિશ્વનું સૌથી મોટું બજાર, હેન્ડલૂમ સેક્ટરમાં ઝડપી વિકાસની જરૂર
